અભિનેતા ઋષિ કપૂરની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ, મોટાભાઈ રણધીર કપૂરે આપી જાણકારી
અમેરિકામાં કેન્સરની સારવાર લઈને ગત વર્ષ સપ્ટેમ્બરમાં ભારત પાછા ફરેલા અભિનેતા ઋષિ કપૂરની ફરી તબિયત લથડી છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. ઋષિ કપૂરના મોટા ભાઈ રણધીર કપૂરે આ જાણકારી આપી. હાલ હોસ્પિટલમાં નીતૂ સિંહ ઋષિ કપૂરની સાથે છે. નીકટના લોકોના જણાવ્યાં મુજબ ઋષિ કપૂરની તબિયત વધુ ખરાબ થતા તેને હોસ્પિટલમાં લઈ જવાયા.
મુંબઈ: અમેરિકામાં કેન્સરની સારવાર લઈને ગત વર્ષ સપ્ટેમ્બરમાં ભારત પાછા ફરેલા અભિનેતા ઋષિ કપૂરની ફરી તબિયત લથડી છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. ઋષિ કપૂરના મોટા ભાઈ રણધીર કપૂરે આ જાણકારી આપી. હાલ હોસ્પિટલમાં નીતૂ સિંહ ઋષિ કપૂરની સાથે છે. નીકટના લોકોના જણાવ્યાં મુજબ ઋષિ કપૂરની તબિયત વધુ ખરાબ થતા તેને હોસ્પિટલમાં લઈ જવાયા.
ઋષિ કપૂરને મુંબઈની Sir H. N. Reliance Foundation Hospital માં દાખલ કરાયા છે. 67 વર્ષના ઋષિ કપૂરને બુધવારે સવાર હોસ્પિટલમાં દાખલ કરાયા, રણધીર કપૂરે કહ્યું કે તેઓ હોસ્પિટલમાં છે. તેઓ કેન્સર પીડિત છે અને તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી આથી તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેમની હાલત હવે સ્થિર છે.
ભારત પાછા ફર્યા બાદ ઋષિ કપૂર એકદમ સ્વસ્થ હતાં પરંતુ એવું જાણવા મળ્યું છે કે છેલ્લા એક મહિનાથી તેઓની તબિયત બગડી રહી હતી. બુધવારે વધુ બગડી અને હોસ્પિટલમાં ખસેડાયા.
જુઓ LIVE TV
ઋષિ કપૂર ગત વર્ષ સપ્ટેમ્બરમાં ન્યૂયોર્કમાં લગભગ એક વર્ષ કેન્સરની સારવાર બાદ ભારત પાછા ફર્યા હતાં. અભિનેતાને 2018માં કેન્સર થયું હોવાની જાણ થઈ હતી અને 11 મહિના3 તથા 11 દિવસ સુધી તેમની સારવાર ચાલી હતી.