નવી દિલ્હી : રિશી કપૂર ઘણીવાર પોતાની ટ્વીટને કારણે મીડિયામાં ટ્રોલિંગનો ભોગ બને છે. હાલમાં જ તેણે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ફારુખ અબ્દુલ્લાહના નિવેદનનું સમર્થન કર્યું હતું જેના કારણે લોકોએ તેમની ભરપુર ટીકા કરી હતી. હવે ફરીવાર તે ટ્રોલિંગનો ભોગ બન્યો છે. હાલમાં તેમણે હોલિવૂડ પોપસ્ટાર બિયોન્સેની એક તસવીર પોસ્ટ કરીને એની મજાક ઉડાવી હતી. લોકોને પ્રેગનન્ટ બિયોન્સેની આ રીતે ઉડાવવામાં આવેલી મજાક બિલકુલ પસંદ નહોતી આવી અને તે ટ્રોલનો ભોગ બન્યો હતો. પોતાની ટ્વિટ શેર કરતી વખતે રિશી કપૂરે લખ્યું હતું કે 'ફુલ ખીલે હૈં ગુલશન ગુલશન'. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટનામાં અનેક લોકોએ આ ટ્વીટ માટે રિશી કપૂરની શરાબ પીવાની આદતને જવાબદાર ગણાવી છે તો કેટલાક લોકોએ મહિલાને વસ્તુ ગણવાના તેમના માનસિક અભિગમની ટીકા કરી છે.  કેટલીક મહિલાઓએ ખુલાસો પણ કર્યો છે કે રિશી કપૂરે આ મામલે ડાયરેક્ટ મેસેજ મોકલાવીને તેમની સાથે ગેરવર્તન પણ કર્યું છે. 







ફિલ્મોની વાત કરીએ તો રિશી કપૂર બહુ જલ્દી અમિતાભ બચ્ચન સાથે '102 નોટ આઉટ'માં જોવા મળશે. આ સિવાય તેમણે પોતાની ફિલ્મ 'મુલ્ક'નું શૂટિંગ પણ આટોપી લીધું છે.