રિશી કપૂરે પોતાના સ્વાસ્થ્ય વિશે કરી મોટી જાહેરાત
છેલ્લા કેટલાક સમયથી રિશી કપૂર ભારતથી દૂર અમેરિકામાં પોતાની સારવાર કરાવી રહ્યા છે
મુંબઈ : બોલિવૂડ એક્ટર રિશી કપૂર છેલ્લા 4 મહિનાથી અમેરિકામાં સારવાર કરાવી રહ્યા છે. જો કે અત્યાર સુધી રિશી કપૂર બીમારી અંગે ચૂપ રહ્યા પણ હવે પહેલીવાર આ વિશે ટિપ્પણી કરી છે. અહેવાલ હતા કે રિશીને કેન્સર થયું છે પરંતુ પરિવારે આ અટકળોને નકારી છે. હવે રિશી કપૂરે પોતે બીમારી અંગે ખુલાસો કર્યો છે. રિશીના આ ખુલાસા પછી તેના ચાહકોએ રાહતનો શ્વાસ લીધો છે.
અંકિતાએ પોતાના લગ્ન વિશે સોય ઝાટકીને કરી દીધી મોટી સ્પષ્ટતા
એક ઈન્ટરવ્યૂમાં એક્ટરે જણાવ્યું કે પોતો જલ્દી સાજા થઈ જશે. રિશી કપૂરને આશા છે કે તેઓ ટૂંક સમયમાં જ પરત ફરશે. રિશીએ કહ્યું, “સારવારની પ્રક્રિયા લાંબી અને થકવી નાખી દે તેવી છે. કોઈપણ વ્યક્તિને આના માટે ધૈર્યની જરૂર હોય છે. આ મારા માટે પણ મુશ્કેલ છે. મને ખાતરી છે કે આ બ્રેક એક્ટર તરીકે ભવિષ્યમાં મને મદદ કરશે.”
થોડા સમય પહેલા જ નીતૂ કપૂરે ઈન્સ્ટાગ્રામ પર ન્યૂ યર સેલિબ્રેશનની એક તસવીર શેર કરી હતી જેમાં લખ્યું હતું કે, “હેપી 2019! કોઈ સંકલ્પ નહીં, આ વર્ષે માત્ર વિશ છે. ઓછું પ્રદૂષણ, ટ્રાફિક!! આશા છે કે ભવિષ્યમાં કેન્સર માત્ર રાશિ (કર્ક)નું ચિહ્ન બનીને રહેશે.” આ પોસ્ટ બાદથી રિશીને કેન્સર હોવાની અટકળોએ જોર પકડ્યું હતું. અહેવાલો તો એવા પણ હતા કે ન્યૂ યોર્કની જે હોસ્પિટલમાં સોનાલી બેન્દ્રેએ સારવાર લીધી તેમાં જ રિશી કપૂર પણ કેન્સરની સારવાર લઈ રહ્યા છે. જો કે બાદમાં કપૂર પરિવારે આ ખબરને અફવા ગણાવી હતી.