નવી દિલ્હી: રણબીર કપૂર બહુ જલદી થિયેટરોમાં સંજય દત્ત બનીને જોવા મળશે. ફિલ્મના પોસ્ટરો, ટિઝર અને ટ્રેલરમાં રણબીરની એક્ટિંગ જોઈને લોકો મોંઢામાં આંગળા નાખી ગયા છે. કારણ કે રણબીર અદ્દલ સંજય દત્ત જેવો જ જોવા મળે છે. રણબીર પહેલીવાર એક બાયોપીકનો ભાગ બન્યો છે અને આ ફિલ્મમાં તેના લૂકે તો કમાલ કરી નાખી છે. ટ્રેલર જોઈને અનેક જગ્યાએ તે એકદમ સંજય જ જોવા મળે છે. રણબીર હાલ ફિલ્મના પ્રમોશનમાં લાગેલો છે. અનેકવાર સંજય દત્તને તે પોતાનો રીયલ લાઈફ હીરો પણ કહી ચૂક્યો છે. પરંતુ એક ઈન્ટરવ્યુમાં જ રણબીરે ખુલાસો કર્યો કે એકવાર તેના પપ્પા ઋષિ કપૂરે સંજય દત્તને ખુબ ફટકાર લગાવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમારા સહયોગી અખબાર ડીએનએને આપેલા ઈન્ટરવ્યુમાં રણબીર કપૂરે કહ્યું કે સંજય દત્ત અમારા પરિવારની ખુબ નજીક છે. તે હંમેશા મને નાના ભાઈની જેમ ગણે છે. આમ તો તે મને લાડ કરતા અનેક ભેટ આપતો હતો. તેણે મારા જન્મદિવસે હાર્લી ડેવિડસન (બાઈક) ગિફ્ટ કરી હતી. તે અવારનવાર મને પોતાની ફરારી કારમાં મોડી રાતે ડ્રાઈવ માટે લઈ જતો હતો. પરંતુ પુત્રને મળતી આવી મોંઘી ભેટથી કદાચ ઋષિ કપૂર ખુશ નહતો.



ઋષિ કપૂરને જ્યારે ખબર પડી ત્યારે તેણે સંજય દત્તને ખુબ ફટકાર લગાવી હતી. ઋષિ કપૂરે કહ્યું હતું કે 'મારા પુત્રને બગાડવાનું બંધ કર. તેને તારા જેવો ન બનાવ.' સંજય દત્તના જીવનના અનેક પાત્રોને ખોલતી ફિલ્મ સંજૂ 29 જૂનના રોજ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં પરેશ રાવલ, રણબીર કપૂરના પિતાની ભૂમિકામાં જોવા મળશે.


જ્યારે મનીષા કોઈરાલા તેની માતાની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં વીક્કી કૌષલ, સોનમ કપૂર, અનુષ્કા શર્મા અને બોમન ઈરાની જેવા કલાકારો છે.