ઈરફાન ખાન બાદ ઋષિ કપૂરે પણ દુનિયાને કરી અલવિદા, અમિતાભે કહ્યું-`હું તૂટી ગયો`
વર્ષ 2020 હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર કેર બનીને તૂટી પડ્યું છે. હજુ તો ગઈ કાલે દિગ્ગજ અભિનેતા ઈરફાન ખાનના નિધનના આધાતથી બોલિવૂડને કળ નહતી વળી ત્યાં તો બીજા દિગ્ગજ અભિનેતા અને કપૂર પરિવારના પુત્ર ઋષિ કપૂરે પણ આ દુનિયાને અલવિદા કરી દીધી. ઋષિ કપૂરની તબિયત લથડી જતા તેમને મુંબઈની Sir H. N. Reliance Foundation Hospital માં દાખલ કરાયા હતાં. ઋષિ કપૂરના નિધનથી બોલિવૂડ ઊંડા આઘાતમાં સરી પડ્યું છે. ઉપરાઉપરી દિગ્ગજ અભિનેતાઓની વિદાયથી ચાહકો હ્રહયભગ્ન થઈ ગયા છે. આ બાજુ અભિનેતાઓ પણ આઘાતમાં સરી પડ્યા છે. અમિતાભ બચ્ચને તો કહ્યું કે હું તૂટી ગયો છું.
મુંબઈ: વર્ષ 2020 હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર કેર બનીને તૂટી પડ્યું છે. હજુ તો ગઈ કાલે દિગ્ગજ અભિનેતા ઈરફાન ખાનના નિધનના આધાતથી બોલિવૂડને કળ નહતી વળી ત્યાં તો બીજા દિગ્ગજ અભિનેતા અને કપૂર પરિવારના પુત્ર ઋષિ કપૂરે પણ આ દુનિયાને અલવિદા કરી દીધી. ઋષિ કપૂરની તબિયત લથડી જતા તેમને મુંબઈની Sir H. N. Reliance Foundation Hospital માં દાખલ કરાયા હતાં. ઋષિ કપૂરના નિધનથી બોલિવૂડ ઊંડા આઘાતમાં સરી પડ્યું છે. ઉપરાઉપરી દિગ્ગજ અભિનેતાઓની વિદાયથી ચાહકો હ્રહયભગ્ન થઈ ગયા છે. આ બાજુ અભિનેતાઓ પણ આઘાતમાં સરી પડ્યા છે. અમિતાભ બચ્ચને તો કહ્યું કે હું તૂટી ગયો છું.
હું તૂટી ગયો- અમિતાભ બચ્ચન
ઋષિ કપૂરના મિત્ર, સંબંધી, અને સુપરસ્ટાર અમિતાભ બચ્ચને ગુરુવારે ટ્વીટ કરીને ઋષિ કપૂરના નિધનની જાણકારી આપી. તેમણે લખ્યું હતું કે ઋષિ કપૂર જતા રહ્યાં, હું તૂટી ગયો છું. બોલિવૂડમાં ઋષિ કપૂરના નિધનથી મોટો આંચકો લાગ્યો છે કારણ કે હજુ ગઈ કાલે જ બોલિવૂડે દિગ્ગજ નેતા ઈરફાન ખાનને ગુમાવ્યાં. આ આઘાતની હજુ તો કળ નહતી વળી કે ત્યાં ઋષિ કપૂરના નિધનના સમાચાર આવ્યાં.
રજનીકાંતે કહ્યું- હ્રદયભગ્ન થઈ ગયું
રજનીકાંતે કહ્યું કે હ્રદયભગ્ન થઈ ગયું. તમારા આત્માને શાંતિ મળે મારા ડિયરેસ્ટ ફ્રેન્ડ ઋષિ કપૂર.
મધુર ભંડારકર- આઘાત લાગ્યો
ડાઈરેક્ટર મધુર ભંડારકરે ટ્વીટ કરીને લખ્યું કે દિગ્ગજ અભિનેતાના અવસાનના સમાચાર જાણીને ખુબ આઘાત લાગ્યો. ફિલ્મ ઈન્ડસ્ટ્રીને બીજો મોટો ફટકો. મારા પ્રિય કલાકારોમાંથી એક એવા કલાકારના પરિવાર, મિત્રો, ચાહકોને મારી સાંત્વના. ઓમ શાંતિ.
રવિના ટંડને લખ્યું- સાચું ન હોઈ શકે
અભિનેત્રી રવિના ટંડને ટ્વીટ કરીને લખ્યું કે ના... આ સાચુ ન હોઈ શકે.