નવી દિલ્હી: બોલીવુડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂર (Rishi Kapoor) હવે આપણી વચ્ચે રહ્યા નથી. બુધવારે સમાચાર આવ્યા હતા કે શ્વાસ લેવામાં મુશ્કેલીના કારણે તેમને એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. થોડા સમય પહેલાં જ અમિતાભ બચ્ચને ટ્વિટ કરી જાણકારી આપી હતી કે ઋષિ કપૂરનું નિધન થઇ ગયું છે અને તે તૂટી ચૂક્યા છે. બોલીવુડનો વધુ એક સિતારો આ દુનિયાને અલવિદા કરી ચૂક્યા છે. એ તો બધા જાણે છે કે ઋષિ કપૂર (Rishi Kapoor)નું નિક નેમ ચિંટૂ હતું. પરંતુ તાજેતરમાં તેમણે કહ્યું હતું કે માતા-પિતાએ બાળકોના નિક નેમ ન રાખવું જોઇએ.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોલીવુડ અભિનેતા ઋષિ કપૂર  (Rishi Kapoor) સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. ઋષિ કપૂર ઘણા મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય ખુલીને રાખતા હતા. ઋષિ કપૂરે થોડા મહિના પહેલાં જ બાળકોના 'નિક નેમ'ને લઇને ટ્વિટ કર્યું છે, તેમણે લખ્યું હતું કે તેમને પોતાના નામ જેવા બનવા માટે ખૂબ મહેનત કરવી પડે છે. સાથે જ ઋષિ કપૂરે એ પણ કહ્યું કે માતા-પિતાને ક્યારેય પોતાના બાળકોના નિક નેમ ન રાખવા જોઇએ. 



ઋષિ કપૂરે એક ફોટો પણ શેર કર્યો હતો, જેમાં તેમણે કેપ પહેરી છે અને તેના પર લખ્યું છે ચિંટૂ. જોકે ઋષિ કપૂરનું નિક નેમ છે ચિંટૂ. તેમનું કહેવું હતું કે હાલ કલાકાર સુંદર દેખાવા અને બોડી બનાવવામાં વધુ ધ્યાન આપી રહ્યા છે. તે ઇમોશનલ એક્સરસાઇઝના બદલે મસલ બિલ્ડિંગમાં ધ્યાન લગાવે છે. 


તમને જણાવી દઇએ કે ઋષિ કપૂરે બોલીવુડમાં બાળ કલાકારના રૂપમાં 'મેરા નામ જોકર'થી શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમને 'બોબી', 'નગીના', 'ચાંદની', 'પ્રેમ ગ્રંથ', 'હિના', 'કર્ઝ' 'દિવાના', 'અમર અકબર એંથોની', 'દામિની', 'બોલ રાધા બોલ', 'સરગમ', 'કભી કભી', 'નસીબ', 'સાગર', 'હમ કિસી સે કમ નહી', 'દરાર', 'લવ આજકલ' જેવી શાનદાઅર ફિલ્મોમાં કામ કર્યું છે.