નવી દિલ્હીઃ દિગ્ગજ અભિનેતા ઋૃષિ કપૂર જ્યાં પોતાના અભિનયને લઈને ચર્ચામાં રહે છે તો દેશના મુદ્દા પર પણ તેમના ટ્વીટ્સ ચર્ચામાં આવી જતા હોય છે. ઋૃષિ છેલ્લા એક વર્ષથી કેન્સરની સારવાર માટે અમેરિકામાં છે. પરંતુ દેશને લઈને તેમની ચિંતા દરેક સમયે સામે આવતી રહે છે. હવે ઋૃષિએ સરકારને નાગરિકો માટે રોજગાર, શિક્ષા અને સ્વાસ્થ્ય સુવિધાઓ પર ધ્યાન આપવાનો આગ્રહ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલ ન્યૂયોર્કમાં પોતાની સારવાર કરાવી રહેલા ઋૃષિએ લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય પ્રધાનો- સ્મૃતિ ઇરાની અને અરૂણ જેટલીને કરેલા ઘણા ટ્વીટ્સમાં પોતાની ચિંતા વ્યક્ત કરી છે. 


ઋૃષિએ લખ્યું, 'બીજીવાર ચૂંટાઈ ભાજપા, અરૂણ જેટલી, સ્મૃતિ ઈરાની અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારી વિનમ્ર ઈચ્છા, કામના અને આગ્રહ છે કે કૃપિયા ભારતમાં નિશુલ્ક શિક્ષા અને સ્વાસ્થ્ય તથા પેન્શન માટે કામ કરો. આ મુશ્કેલ છે પરંતુ જો તમે શરૂ કરી શકો તો, આપણે તેને એક દિવસ જરૂર હાસિલ કરી લેશું.'



તેમણે કહ્યું, 'અહીં સ્નાતકની શિક્ષા જોયા અને હોસ્પિટલોમાં વિશેષ સારવાર વિશે સાંભળ્યા બાદ, માત્ર કેટલાક લોકોની જ તેના સુધી પહોંચ કેમ હોય. આખરે અહીં અમેરિકામાં મોટા ભાગના ડોક્ટર અને શિક્ષક ભારતીય છે.'



અભિનેતાએ કહ્યું કે, આ વાતો પર ધ્યાન આપીને આપણે તે ભારતને મેળવી શકીએ જે આપણે ઈચ્છીએ છીએ. 



તેમણે કહ્યું, 'શિક્ષણ સ્નાતક યુવાને સારો રોજગાર આપી શકે છે અને બીમારને જીવન આપી શકે છે. એક સાચુ લોકતંત્ર- એક અવસર.'



તેમણે કહ્યું, જો હું વધુ બોલ્યો હોવ તો મને માફ કરજો પરંતુ એક નાગરિક તરીકે મને લાગે છે કે આ વાત સામે લાવવી મારૂ કર્તવ્ય છે.