Visfot Trailer OUT: આ વર્ષ ઓટીટી લવર્સ માટે ખાસ રહેવાનું છે. કારણ કે આ વર્ષે અલગ અલગ ઓટીટી પ્લેટફોર્મ પર અલગ અલગ પ્રકારના કંટેંટ સ્ટ્રીમ થઈ રહ્યા છે. જેમાં રોમાંસ, હોરર, કોમેડી, એકશન, થ્રીલર અને સસ્પેંસથી ભરપુર ફિલ્મો અને વેબ સીરીઝનો સમાવેશ થાય છે. ખાસ તો વેબ સીરીઝની વાત કરીએ તો નવી ધમાકેદાર વેબ સીરીઝ તાજેતરમાં જ રિલીઝ થવાની છે. જેનું ટ્રેલર પર રિલીઝ થઈ ચુક્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


આ વેબ સીરીઝ છે રિતેશ દેશમુખ અને ફરદીન ખાનની એકશનથી ભરપુર વેબ સીરીઝ વિસ્ફોટ. આ વેબ સીરીઝને જોવા માટે ફેન્સ પણ આતુર છે. આ વેબ સીરીઝનું ટ્રેલર જોઈ લોકો પણ દંગ રહી ગયા છે. આ વેબ સીરીઝનું  નામ છે વિસ્ફોટ. આ વેબ સીરીઝમાં રિતેશ દેશમુખ અને ફરદીન ખાન એકસાથે જોવા મળશે. આ વેબ સીરીઝમાં રિતેશ દેશમુખ એક પાયલટના પાત્રમાં જોવા મળશે. 


આ પણ વાંચો:


વિસ્ફોટનું 2 મિનિટ 47 સેકન્ડનું ટ્રેલર સોશિયલ મીડિયા પર પણ ધુમ મચાવી રહ્યું છે. વિસ્ફોટ વેબ સીરીઝની સ્ટોરીમાં પ્રેમ, દગો, સસ્પેંસ અને ક્રાઈમ ભરપુર જોવા મળશે. આ વેબ સીરીઝ તમને હોરરનો અનુભવ પણ કરાવશે. ટ્રેલર જોઈને પણ રુંવાડા ઊભા થઈ જશે. 



રિતેશ દેશમુખ અને ફરદીન ખાનની વેબ સીરીઝ વિસ્ફોટ 6 સપ્ટેમ્બરથી જિયો સિનેમા પર સ્ટ્રીમ થશે. આ વેબ સીરીઝમાં ક્રિસ્ટલ ડીસૂઝા, પ્રિયા બાપટ, શીબા ચઢ્ઢા જેવા કલાકારો પણ જોવા મળશે.