નવી દિલ્હી: ડાન્સ રિયાલિટી શો 'સુપર ડાન્સર 4'માં (Super Dancer 4) તાજેતરમાં શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) જોવા મળી રહી નથી. તે તેના પતિ રાજ કુન્દ્રાની (Raj Kundra) ધરપકડ બાદથી આ શોથી દૂર છે. તેથી હવે આ શોમાં અલગ અલગ ગેસ્ટ જજ સામે આવી રહ્યા છે. આ વીકેન્ડ એપિસોડમાં રિતેશ દેશમુખ (Riteish Deshmukh) અને જેનેલિયા ડિસુઝા દેશમુખ (Genelia Deshmukh) પહોંચ્યા હતા. તે સમયે રિતેશ દેશમુખે તેના લગ્નને લઇને એક મોટો ખુલાસો કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લગ્નમાં લાગ્યો હતો 8 વખત પગે
બોલિવૂડના મોસ્ટ ક્યૂટ કપલ્સ માનવામાં આવતા રિતેશ-જેનેલિયાની (Riteish-Genelia) જોડી લોકોની ફેવરેટ છે. બંનેના લગ્નને 9 વર્ષ થઈ ગયા છે. આજે પણ બંને કોઈ નવા પ્રેમી કપલની જેમ એકબીજાને પ્રેમ વ્યક્ત કરવાની તક છોડતા નથી. પરંતુ હવે રિતેશે (Riteish Deshmukh) ખુલાસો કર્યો છે કે, તેને તેની પત્ની જેનેલિયા (Genelia Deshmukh) સાથે લગ્નના દિવસે એક બે નહીં પરંતુ 8 વખત પગે લાગ્યો હતો.


આ પણ વાંચો:- Salman Khan કઈ Actress ને કરે છે ફોલો? વિચારો છો એ નહીં, પણ સલ્લુને ગમે છે બીજી!


કેમ પત્નીના પગે લાગ્યો રિતેશ
વાસ્તવમાં 'સુપર ડાન્સર 4'નો (Super Dancer 4) આ આગામી શો એપિસોડ 'શાદી સ્પેશિયલ' છે. જેનો પ્રોમો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. અહીં તમામ સ્પર્ધકો માત્ર લગ્નના ગીતો પર ડાન્સ કરવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં જેનેલિયાને આ વાતાવરણ જોયા બાદ તેના લગ્ન યાદ આવે છે. જેના પછી જેનેલિયા (Genelia Deshmukh) કહે છે, 'ઓએમજી! આ પર્ફોર્મન્સ જોઈને મને અમારા બંનેના લગ્ન યાદ આવી ગયા. અમારા માટે લગ્નનો દરેક સમારોહ જબરદસ્ત ધમાકા જેવો હતો. વિદાય સમયે હું ઘણો રડી હતી અને હા, રિતેશ (Riteish Deshmukh) મને પગ લાગ્યો હતો. આની આગળ જેનેલિયા કહે છે, 'રિતેશે 8 વાર મને પગે લાગ્યો હતો. આઠ વખત.'



આ પણ વાંચો:- સામે આવ્યું Raj Kundra ની ધરપકડનું સાચુ કારણ! 51  'અશ્લીલ ફિલ્મો'ના ખેલનો પર્દાફાશ


રિતેશે કહી આ વાત
જેનેલિયાની આ વાત પર રિતેશ હસ્યો. રિતેશે કહ્યું, 'મને લાગે છે કે પંડિતજી જાણતા હતા કે લગ્ન પછી મારે શું કરવાનું છે, તેથી તેમણે મને અગાઉથી પ્રેક્ટિસ કરાવી.'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube