જાણિતા ગણિતજ્ઞ વશિષ્ઠ નારાયણ સિંહના જીવન પર બાયોપિક બનાવશે ફરહાન અખ્તર
તાજેતરમાં બિહારના જાણિત ગણિતજ્ઞ આનંદ કુમાર પર રિતિક રોશને બાયોપિક બનાવી હતી. તેનું નામ `સુપર 30` હતું. હવે બિહારના જ વધુ એક જાણિત ગણિતજ્ઞ વશિષ્ઠ નારાયણ સિંહ પર રિતેશ સિધવાની અને ફરહાન અખ્તર એક બાયોપિક બનાવવા જઇ રહ્યા છે. વશિષ્ઠ નારાયણ સિંહનું તાજેતરમાં જ નિધન થયું હતું.
નવી દિલ્હી: તાજેતરમાં બિહારના જાણિત ગણિતજ્ઞ આનંદ કુમાર (Anand Kumar) પર રિતિક રોશને બાયોપિક (Biopic) બનાવી હતી. તેનું નામ 'સુપર 30' હતું. હવે બિહારના જ વધુ એક જાણિત ગણિતજ્ઞ વશિષ્ઠ નારાયણ સિંહ (Vashith Narayan Singh) પર રિતેશ સિધવાની અને ફરહાન અખ્તર (Farhan Akhtar) એક બાયોપિક (Biopic) બનાવવા જઇ રહ્યા છે. વશિષ્ઠ નારાયણ સિંહ (Vashith Narayan Singh) નું તાજેતરમાં જ નિધન થયું હતું. તેમની ઉપલબ્ધિઓ પર સમાજ અને સરકાર બંનેને ગર્વ છે. પોતાના અંતિમ દિવસોમાં જોકે તે માનસિક રીતે નોર્મલ ન હતા. તેમની કહાનીને પ્રોડ્યૂસર નીરજ પાઠક એક્સેલ એન્ટરટેનમેન્ટ સાથે મળીને મોટા પડદા પર લાવી રહ્યા છે.
ડાયરેક્ટર નીરજ પાઠકે કહ્યું કે વશિષ્ઠ નારાયણ સિંહ (Vashith Narayan Singh) વિશે જ્યારે મેં વાંચ્યું તો હું તેમને મળવા ગયો. જ્યારે પહેલીવાર તેમને મળ્યો ત્યારે તેમણે સૌથી પહેલાં મને પૂછ્યું કે કંઇ ખાશો? તે સમયે તે સેન્સમાં નહતા. ત્યારબાદ જ્યારે તેમના ઘરે ગયો, ત્યારે જોયું કે તેમના ઘરમાં નેમ પ્લેટ નથી પરંતુ તેમના ઘરની દિવાલો પર ગણિતના ફોર્મૂલા લખેલા હતા. આ જોઇને ખબર પડી કે આ વશિષ્ઠ નારાયણ સિંહ (Vashith Narayan Singh)નું ઘર છે. ત્યારબાદ અમને એવું લાગ્યું કે વશિષ્ઠ નારાયણ સિંહ (Vashith Narayan Singh)ની અદભૂત કહાણી દુનિયા સમક્ષ રજૂ કરવી જોઇએ.
નીરજ પાઠકે કહ્યું કે તેમને એ વાતનું દુખ છે કે આ ફિલ્મ તે તેમના જીવતે જીવ શરૂ કરી ન શક્યા. હવે આ ફિલ્મ તેમના માટે એક શ્રદ્ધાંજલિ તરીકે હશે. તેમનું જીવન એકદમ ઉતાર-ચઢાવ ભર્યું રહ્યું અને દરેક તેમની જીંદગીની કહાની જાણવા માંગે છે. અમે તેમના વિશે તેમના પરિવર સાથે વાત કરી લીધી છે. જલદી જ ફિલ્મની સ્ટારની જાહેરાત કરવામાં આવશે અને ટૂંક સમયમાં ફિલ્મ શરૂ થઇ જશે.
મહાન ગણિતજ્ઞ વશિષ્ઠ નારાયણ સિંહનું નિધન, આઇંસ્ટાઇનના સિદ્ધાંતને પડકાર્યો હતો
કોણ છે વશિષ્ઠ નારાયણ સિંહ
મૂળ ભોજપુર જિલ્લાના રહેવાસી વશિષ્ઠ નારાયણ સિંહે (Vashith Narayan Singh) મહાન વૈજ્ઞાનિક આઇંસ્ટનના સાપેક્ષતાના સિદ્ધાંતને પડકાર ફેંક્યો હતો. તેમના વિશે એ વાત પણ જાણિતી છે કે અમેરિકી સ્પેસ એજન્સી નાસામાં અપોલોના લોન્ચિંગ પહેલાં જ્યારે 31 ઓક્ટોબરના રોજ એકસાથે થોડા સમય માટે બધા કોમ્યુટર બંધ થઇ ગયા હતા તો કોમ્યુટર ફરીથી રિપેર થતાં તેમનો અને કોમ્યુટરનું કેલક્યુલેશન એક પ્રકારનું જ હતું.
આનંદ કુમારની સંઘર્ષગાથા, શરૂઆતના દિવસોમાં પાપડ વેચી ગુજાર્યા હતા દિવસો
તમને જણાવી દઇએ કે સાયન્સ કોલેજમાં અભ્યાસ બાદ વશિષ્ઠ નારાયણ સિંહ વર્ષ 1965માં અમેરિકા જતા રહ્યા હતા. 1969માં તેમણે કેલિફોર્નિયા યૂનિવર્સિટીમાંથી પીએચડીની ડિગ્રી પ્રાપ્ત કરી લીધી હતી. ત્યારબાદ તે વોશિંગ્ટન યૂનિવર્સિટીમાં એસોસિએટ પ્રોફેસર બની ગયા. પરંતુ વિદેશમાં તેમનું મન ન લાગ્યું અને વર્ષ 1971માં તે સ્વદેશ પરત ફર્યા. વશિષ્ઠ નારાયણને પુસ્તકો વાંચવાનો ખુબ શોખ હતો અને તે પોતાનો મોટાભાગનો સમય વાંચવામાં પસાર કરતા હતા.
વશિષ્ઠ નારાયણ સિંહને તેમનીએ છુટાછેડા આપી દીધા. ત્યારબાદ વશિષ્ઠ નારાયણ સિંહ લાંબી બિમારી બાદ 74 વર્ષની આયુ બાદ નિધન થઇ ગયું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube