નવી દિલ્હીઃ ઘણા સ્ટાર્સ સોશિયલ મીડિયા પર કંઈપણ પોસ્ટ કરતા પહેલા બિલકુલ સંકોચ કરતા નથી. આ સ્ટાર કપમાં ટેલીવિઝનના જાણીતા સ્ટાર રોશેલ રાવ (Rochelle Rao) અને કીથ સીક્વેરા (Keith Sequeira) છે. આ બંને સિતારા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને પોતાની બોલ્ડ તસવીરોથી ઘણીવાર ફેન્સને શોક્ડ પણ કરી ચુક્યા છે. પરંતુ આ વખતે ફેન્સની સાથે પોતાના બેડરૂમનો વીડિયો શેર કર્યો છે. જેમાં એવું કંઈક એવું દેખાઈ રહ્યું છે જેનો બિલકુલ અંદાજ લગાવી શકાય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેડ પર જોવા મળ્યા બંને
વીડિયોમાં રોશેલ પોતાના પતિ કીથની સાથે સુતેલી જોવા મળી રહી છે. કીથ પોતાના ફોનમાં કંઈ જોતો નજર આવી રહ્યો છે તો રોશેલ લેપટોપ પર કામ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં તે બંને ખુશ જોવા મળી રહ્યાં છે. 


રોશેલે કરી Kiss
વીડિયોમાં કીથ ફોનમાં કંઈ જોઈ રહ્યો છે, ત્યારબાદ તે ફોનને સાઇડમાં રાખીને રોશેલને કિસ કરે છે. રોશેલ કીથને આમ કરતી જોઈ રોમેન્ટિક થઈ જાય છે. 



કીથની પીઠ લખ્યો ખાસ મેસેજ
આ વીડિયોમાં કીથ શર્ટલેસ છે. રોશેલને કિસ કર્યા બાદ કીથ બેડ પર જોવા મળે છે. જ્યારે તે પોતાની ઉંભો સુવે છે ત્યારે તેની પીઠ પર કંઈ લખેલું જોવા મળે છે. કીથની પીઠ પર લખ્યું છે- આ સમયનો ઉપયોગ કરો. 


આ પણ વાંચોઃ 'તારક મેહતા..'નો ટપ્પૂ શોને કહેશે અલવિદા, રાજ અનડકટના ફેન્સને લાગશે ઝટકો


રોશેલે ખુદ શેર કર્યો વીડિયો
આ વીડિયોને એક્ટ્રેસ રોશેલે ખુદ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોને શેર કરતા અભિનેત્રીએ લખ્યુ- તમામ કપલ જે આ સમયે બહાર છે.... તમારા માટે એક ખાસ મેસેજ...


ટીવીના બોલ્ડ કપલ
રોશેલ અને કીથ ટેલીવિઝનના બોલ્ડ કપલ છે. આ બંને સિતારા હંમેશા પૂલનો તો એકબીજાને લિપલોક કરતી તસવીરો પણ ફેન્સની સાથે શેર કરે છે. ખાસ વાત છે કે આ બંને સિતારા બિગ બોસ સીઝન 9માં જોવા મળી ચુક્યા છે. ત્યારે પણ બંને રિલેશનશિપમાં હતા. શોમાંથી બહાર આવ્યા બાદ બંનેએ લગ્ન કર્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube