Rohit Sharma: Bollywood માં `પુષ્પાની શ્રીવલ્લી` સાથે ધમાલ મચાવશે રોહિત શર્મા, સામે આવ્યો મૂવીનો પ્રથમ લુક
ભારતીય ટીમના કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન રોહિત શર્મા (Rohit Sharma ) ક્રિકેટની પીચ બાદ ટૂંક સમયમાં ફિલ્મમાં જોવા મળશે. જોકે તેની માહિતી રોહિત શર્માએ પોતાના ઇંસ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને આપી છે.
Rohit Sharma Movie: ભારતના સુપરસ્ટાર બેટ્સમેન અને કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) ત્રણેય ફોર્મેટમાં ખતરનાક બેટીંગ માટે ફેમસ છે. જ્યારે તે પોતાના લયમાં હોય તો કોઇપણ આક્રમક બોલરના છોડતા કાઢી નાખે છે. રોહિત શર્માએ પોતાના દમ પર ટીમ ઇન્ડીયાને ઘણી મેચ જીતાડી છે. હવે ક્રિકેટના મેદાનની બહાર પણ રોહિત ધમાલ મચાવશે. તે એક મૂવીમાં જોવા મળશે. તેનો પ્રથમ લુક જાહેર કરી દેવામાં આવ્યો છે.
આ મૂવીમાં જોવા મળશે Rohit Sharma
ભારતીય ટીમના કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન રોહિત શર્મા (Rohit Sharma ) ક્રિકેટની પીચ બાદ ટૂંક સમયમાં ફિલ્મમાં જોવા મળશે. જોકે તેની માહિતી રોહિત શર્માએ પોતાના ઇંસ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને આપી છે. રોહિત શર્માની આ ફિલ્મનું નામ 'મેગા બ્લોકબસ્ટર) છે. તેની કેપ્શનમાં રોહિત શર્માએ લખ્યું છે કે નર્વસ અનુભવી રહ્યો છું. એક તરફ ડેબ્યૂ છે. આ ફિલ્મનું પ્રોડક્શન ઓશિમ કરવા જઇ રહ્યા છે. તો બીજી તરફ આ ફિલ્મમાં રોહિત શર્મા મુખ્ય ભૂમિકા ભજવતા જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર 4 સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.
રોહિત શર્માની સાથે જોવા મળશે Rashmika Mandanna
રશ્મિકા મંદાના સાઉથ સિનેમાની સુપરસ્ટાર એક્ટ્રેસ છે. તેમણે પુષ્પા મૂવીમાં પોતાના અભિનયથી લોકોના દિલ જીતી લીધા છે. રશ્મિકા મંદાના સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તેમના દ્વારા શેર કરવામાં આવેલા ફોટોઝ ફેન્સને ખૂબ ગમી રહ્યા છે. તાજેતરમાં જ રશ્મિકા મંદાનાએ પોતાના ઓફિશિયલ ઇંસ્ટાગ્રામ હેન્ડલ પર ફિલ્મ 'મેગા બ્લોકબસ્ટર' નું પોસ્ટર શેર કર્યું છે. એવામાં ફેન્સના મનમાં પ્રશ્ન થાય છે કે કે શું રોહિત શર્મા મૂવીમાં રશ્મિકા મંદાનાના હીરો તો બનવાના નથી?