નવી દિલ્હી: યૂટીવી સાથે પોતાની ઇનિંગ દરમિયાન 'દેવ ડી', 'અ વેડનસડે', 'રંગ દે બસંતી' અને 'બર્ફી' જેવી ફિલ્મો માટે સાથે કામ કરી ચૂકેલા રોની સ્ક્રૂવાલા અને સિદ્ધાર્થ રોય કપૂરે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા વિનોદ કાપડી દ્વારા નિર્દેશિત ફિલ્મ 'પીહૂ' માટે હાથ મિલાવ્યો છે. 'પીહૂ' 3 ઓગસ્ટના રોજ રિલીઝ થશે. તેમાં બતાવવામાં આવેલા ઘરમાં જ્યારે એક 2 વર્ષની છોકરીને એકલા મુકીને જતા રહે છે તો તેના પર કઇ પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુષ્મિતા સેન સાથે એક છોકરાએ કરી હતી આવી હરકત, કહ્યું 'ભીડમાં અમે પણ નથી Safe' 


'પીહૂ'ને વૈંકૂવર, પામ સ્પ્રિંગ્સ, ઇરાન, મોરક્કો અને જર્મની સહિત ઘણા આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહ માટે સત્તાવાર રીતે પસંદ કરવામાં આવી છે. આ ફિલ્મની સાથે વર્ષ 2017માં ગોવામાં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડીયાનું આગાઝ થયું હતું. કપૂરે કહ્યું હતું કે ''હંમેશા તે નિર્દેશકોની સાથ કામ કરવા માટે રોમાંચકારી હોય છે, જે નવી બોલ્ડ કથા શૈલીઓનો ઉપયોગ કરીને ચવાઇ ગયેલી વાર્તાઓથી નવી કહાનીઓ રજૂ કરવા માંગે છે.

શાહરૂખની પુત્રી સુહાના થઇ 18 વર્ષની, ગૌરીખાને Share કર્યા Photo  



ફિલ્મને અનોખી ગણાવતા સ્ક્રૂવાલાએ કહ્યું કે ''આ રોમાંચકારી છે.'' ફિલ્મ વિશે વાત કરીએ તો વિનોદ કાપરીએ કહ્યું કે હું હજુસુધી પોતાને વિશ્વાસ અપાવી શકતો નથી કે અમે ફિલ્મ પીહૂને પુરી કરી લીધી છે. આ એક એવી ફિલ્મ છે જેનું પુરૂ થવું લગભગ અશક્ય હતું. શરૂઆતમાં મારા મિત્રો કૃશનન કુમારે મારા સપનાને વિશ્વાસ અપાવ્યો હતો અને આ ફિલ્મનો જન્મ થયો હતો. જોકે પછી સિદ્ધાર્થ અને રોનીએ આ ફિલ્મ પર કામ શરૂ કર્યું અને આ મારા માટે સપનું પુરૂ થવા જેવું છે કેમ કે તે સિનેમાના અસલ મતલબને સમજે છે.