નવી દિલ્હીઃ 'બાહુબલી' ડાયરેક્ટર એસએસ રાજામૌલીની આગામી ફિલ્મ આરઆરઆર (RRR) ની રિલીઝ ટાળી દેવામાં આવી છે. આલિયા ભટ્ટ, અજય દેવગન અને જૂનિયર એનટીઆર તથા રામ ચરણ સ્ટારર અપકમિંગ મેગા બજેટ ફિલ્મ 7 જાન્યુઆરીએ સિનામાઘરોમાં રિલીઝ થવાની હતી. પરંતુ હવે કરોનાને કારણે તેને રિલીઝ તારીખ ટાળી દેવામાં આવી છે. આ ફિલ્મ જોવા ઈચ્છતા દર્શકોએ હવે રાહ જોવી પડશે. અત્યારે મેકર્સે નવી રિલીઝ ડેટની જાહેરાત કરી નથી. મહત્વનું છે કે આ પહેલા પણ ફિલ્મની રિલીઝ ડેટ ટળી હતી. આ વાતની જાણકારી આરઆરઆરના સત્તાવાર એકાઉન્ટ પર આપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાનું લાગ્યું ગ્રહણ
આરઆરઆરના સત્તાવાર ટ્વીટમાં ફિલ્મ ટાળવાનું કારણ કોરોના જણાવવામાં આવ્યું છે. આરઆરઆરના ટ્વિટરમાં લખ્યું છે- તમામ પાર્ટીઓના હિતોને ધ્યાનમાં રાખતા અમારે અમારી ફિલ્મની રિલીઝ ડેટ ટાળવી પડી છે. અમારા ફેન્સ અને બધા દર્શકોનો તેના પ્રેમ માટે આભાર.


એક એડલ્ટ મૂવીએ બદલી નાંખ્યું વિદ્યા બાલનનું ભાગ્ય, જાણો તેની સાથે જોડાયેલી જાણી અજાણી વાતો


મહાન ભારતીય સ્વતંત્રતા સેનાનીઓની છે કહાની
આરઆરઆર ફિલ્મ બે મહાન ભારતીય સ્વતંત્રતા સેનાનીઓ અલ્લૂરી સીતારામ રાજૂ અને કોમારામ ભીમની કહાની છે. જેને મોટા પદડા પર દેખાડવામાં આવશે. આ ફિલ્મમાં વિદ્રોહ અને સંઘર્ષના સમય વિરુદ્ધ જઈને નાયકોને એક અલગ રૂપમાં દેખાડવામાં આવશે. ફિલ્મના ઘણા ગીત અને ટ્રેલર રિલીઝ થઈ ચુક્યા છે. આ તમામ સિતારા ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. પરંતુ હવે ફિલ્મની રિલીઝ ડેટ ટળવાને કારણે ફેન્સને ઝટકો લાગ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube