નવી દિલ્હી: અલ્લુ અર્જુન (Allu Arjun), પવન કલ્યાણ (Pawan Kalyan) અને પૂજા હેગડે (Pooja Hegde) બાદ હવે સાઉથના જાણીતા અભિનેતા જુનિયર એનટીઆરનો (Jr NTR) પણ કોરોના વાયરસ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. અભિનેતાએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરની એક પોસ્ટ દ્વારા પોતે પોઝિટિવ હોવા વિશે માહિતી આપી છે. પોસ્ટર શેર કરતી વખતે, જુનિયર એનટીઆરએ જણાવ્યું છે કે તે અને તેનો પરિવાર હાલમાં હોમ આઇસોલેશનમાં છે અને ડોકટરોની દેખરેખ હેઠળ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જુનિયર એનટીઆરએ ટ્વિટ કરીને લખ્યું કે, 'હું કોવિડ-19 માટે પોઝિટિવ આવ્યો છું. પ્લીઝ ચિંતા કરવાની જરૂર નથી અને હું ઠીક છું. હું અને મારો પરિવાર આઈસોલેટ છે અને ડોકટરોની દેખરેખમાં રહીને અમે તમામ પ્રોટોકોલનું પાલન કરી રહ્યા છીએ. ભૂતકાળમાં જે પણ મારા સંપર્કમાં આવ્યા છે, કૃપા કરીને તમારો ટેસ્ટ કરાવો. સલામત રહો.' જુનિયર એનટીઆર કોરોના પોઝિટિવ હોવાથી ચાહકો તેના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે. એક યૂઝર્સે કોમેન્ટ કરી, 'ચિંતા કરશો નહીં, લાખો ચાહકો તમારા સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરશે.'


આ પણ વાંચો:- Anupamaa સીરિયલમાં ફરી એકવાર આવશે ટ્વિસ્ટ, કાવ્યા કરે છે આત્મહત્યા?


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube