સલમાન રિયલ લાઇફમાં બહુ જલ્દી બનવાનો છે પિતા ! અને આ કોઈ ટાઢા પહોરનું ગપ્પું નથી....
બોલિવૂડનો દબંગ ગણાતો સલમાન ખાન 53 વર્ષનો થઈ ગયો છે. તેની કરિયર ઝપાટાબંધ આગળ વધી રહી છે પણ તેની પર્સનલ લાઇફમાં સન્નાટો છે.
મુંબઈ : બોલિવૂડનો દબંગ ગણાતો સલમાન ખાન 53 વર્ષનો થઈ ગયો છે. તેની કરિયર ઝપાટાબંધ આગળ વધી રહી છે પણ તેની પર્સનલ લાઇફમાં સન્નાટો છે. આવતા મહિને ઈદના દિવસે સલમાનની ફિલ્મ ‘ભારત’ રિલીઝ થવાની છે. આ સિવાય તે દબંગ સિરીઝની ત્રીજી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. આ સ્થિતિમાં કોઈ તેના અંગત જીવન વિશે કે પછી લગ્ન કરવાના પ્લાન વિશે સવાલ કરે તો તે ગોળગોળ જવાબ આપીને વાત આટોપી લે છે.
જોકે ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ પોતાના એક રિપોર્ટમાં સુત્રના હવાલાથી માહિતી આપી છે કે સલમાન હવે સરોગસી મારફતે પિતા બનવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. સલમાનને બાળકો બહુ પસંદ છે અને તેનો આ પ્રેમ ઘણીવાર જાહેરમાં પણ દેખાયો છે. સલમાનને લગ્ન કરવા માટે કોઈ લાયક યુવતી તો નથી મળી પણ હવે તે સરોગસીના માધ્યમથી પિતા બનવા માગે છે. સલમાનને આ પ્રેરણા તુષાર કપૂર અને કરણ જોહર જેવા સ્ટાર્સ પાસેથી મળી છે. આ સ્ટાર્સે પણ લગ્ન કર્યા વગર સરોગસીથી પિતા બનવાનો નિર્ણય લીધો છે.
હાલમાં સલમાન ખાનના પિતા સલીમ ખાને સલમાન લગ્નને લઈને ઈન્ટરવ્યૂમાં એક મોટી વાત કરી છે. તેના પિતાનું કહેવું છે કે સલમાન ખાન જ્યારે પણ કોઈ રિલેશનશિપમાં રહે છે તો શરુઆતમાં બધુ સારુ હોય છે પરંતુ થોડા દિવસ બાદ મામલો ખરાબ થઈ જાય છે. સલમાન ખાન તે છોકરીમાં પોતાની માતાની ઝલક જોવા લાગે છે અને ત્યાંથી જ સ્થિતિ ખરાબ થઈ જાય છે.