નવી દિલ્હી : શુક્રવારે રિલીઝ થયેલી પ્રભાસ અને શ્રદ્ધા કપૂર અભિનીત ફિલ્મ સાહોને બોક્સઓફિસ પર સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. આ ફિલ્મના ફર્સ્ટ હાફના વખાણ થઈ રહ્યા છે જ્યારે સામે પક્ષે નબળી વાર્તાની ટીકા પણ થઈ રહી છે. જોકે આ બધા વચ્ચે પણ સાહોએ પહેલા જ દિવસે આખા દેશમાં 100 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી લીધો છે. આ ફિલ્મે માત્ર હિંદી સર્કલમાં 24 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મનું સૌથી સારું પ્રદર્શન તેલુગુ સર્કલમાં રહ્યું છે. અહીં ફિલ્મે સારી એવી કમાણી કરીને નંબર વન ઓપનિંગ રેકોર્ડ બનાવ્યો છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક....