નવી દિલ્હી : સાઉથના સુપરસ્ટાર બાહુબલી પ્રભાસની આગામી ફિલ્મ સાહોની હાલમાં બહુ ચર્ચા છે. આ ફિલ્મમાં તેની સાથે શ્રદ્ધા કપૂરની જોડી છે. આ ફિલ્મના બે ગીતો સાઇકો સૈયા અને ઇન્ની સોની ઇન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યા છે. હવે આ ફિલ્મને લગતા મોટા સમાચાર મળ્યા છે. રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મે રિલીઝ પહેલાં જ 320 કરોડ રૂપિયા જેટલી તોતિંગ કમાણી કરી લીધી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડીએનએમાં પબ્લિશ થયેલા એક અહેવાલ પ્રમાણે આ ફિલ્મના સેટેલાઇટ રાઇટ્સ 320 કરોડ રૂપિયામાં વેંચવામાં આવ્યા છે. ડિરેક્ટર સુજિતની આ ફિલ્મ 30 ઓગસ્ટના દિવસે હિન્દી, તામિલ, તેલુગુ અને મલયાલમ ભાષામાં રિલીઝ થશે. આ પાવર પેક્ડ એક્શન થ્રિલર ફિલ્મમાં પ્રભાસે જબરદસ્ત સ્ટન્ટ કર્યા છે. આ ફિલ્મ પહેલાં 15 ઓગસ્ટે રિલીઝ થવાની હતી પણ પછી એની રિલીઝ ડેટ પાછળ ઠેલીને 30 ઓગસ્ટ કરવામાં આવી છે. 


'સાહો'ના એક્શન સીન માટે દુનિયાભરના મોટા એક્શન કોરિયોગ્રાફરની ટીમની મદદ લેવામાં આવી છે. પ્રભાસની 'સાહો'ને ત્રણ ભાષામાં હિંદી, તમિળ અને તેલુગૂમાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મનું નિર્માણ વમ્સી અને પ્રમોદ દ્વારા કરવામાં આવી છે, જ્યારે તેનું નિર્દેશન સુજીતે કર્યું છે. સુજીત દ્વારા નિર્દેશિત આ ફિલ્મને દેશની બહાર અને દેશના સ્થળો પર શૂટ કરવામાં આવી છે. પ્રભાસની આ ફિલ્મનું ટીઝર જોઇને તમને લાગશે કે આ એક સુપરહિરો ફિલ્મ છે. લગભગ 150 કરોડ રૂપિયામાં બનીને તૈયાર થયેલી આ ફિલ્મમાં આપણને ઘણા સારા એક્શન સીન્સ જોવા મળશે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...