નવી દિલ્હી: આ વર્ષે 15 ઓગસ્ટ પર બોલીવુડના 'ખેલાડી' અક્ષય કુમારની ફિલ્મ 'મિશન મંગલ', જોન અબ્રાહમની ફિલ્મ 'બાટલા હાઉસ' અને 'બાહુબલી' પ્રભાસની ફિલ્મ 'સાહો'ની ટકરાવવાના સમાચાર સામે આવ્યા હતા. આ સમાચાર બાદ લોકો અસમંજસમાં પડી ગયા હતા કે તે આ ત્રણેય ફિલ્મોમાંથી કઇ ફિલ્મને જોવા જઇશું, કારણ કે ત્રણેય ફિલ્મો દમદાર છે, પરંતુ હવે જે સમાચાર સામે આવ્યા છે, તેનાથી દર્શકોને મોટા રાહત મળવાની છે. જી હાં, આ ફિલ્મ સમીક્ષક તરૂણ આદર્શએ શુક્રવારે એક ટ્વિટ દ્વારા જણાવ્યું કે હવે પ્રભાસની ફિલ્મ 'સાહો' 15 ઓગસ્ટના રોજ રિલીઝ થશે નહી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીવીના જાણીતા બાળ કલાકાર શિવલેખનું રોડ અકસ્માતમાં મોત, માતા-પિતા ગંભીર રીતે ઘાયલ


30 ઓગસ્ટને રિલીઝ થશે 'સાહો'
તરૂણ અનુસાર ફિલ્મ 'સાહો'ની રિલીઝ ડેટ આગળ વધારી દીધી છે. હવે આ ફિલ્મ 15 ની જગ્યાએ 30 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. એટલે કે એક વાત સ્પષ્ટ છે કે 15 ઓગસ્ટના રોજ હવે ફક્ત અક્ષય કુમાર અને જોન અબ્રાહમની ફિલ્મો જ બોક્સ ઓફિસ પર ટકરાવવાની છે. તમને જણાવી દઇએ કે પ્રભાસ ફિલ્મ 'સાહો'ની રિલીઝ ડેટ આગળ વધતાં એમ કહેવામાં આવ્યું છે કે તે દર્શકો માટે બસ્ટ આપવા માંગે છે, તેના માટે તેમને થોડો વધુ સમય જોઇએ. એટલા માટે હવે આ ફિલ્મને 15 ઓગસ્ટના બદલે 30 ઓગસ્ટ શિફ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 


તમને જણાવી દઇએ કે 'સાહો'ના એક્શન સીન માટે દુનિયાભરના મોટા એક્શન કોરિયોગ્રાફરની ટીમની મદદ લેવામાં આવી છે. પ્રભાસની 'સાહો'ને ત્રણ ભાષામાં હિંદી, તમિળ અને તેલુગૂમાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મનું નિર્માણ વમ્સી અને પ્રમોદ દ્વારા કરવામાં આવી છે, જ્યારે તેનું નિર્દેશન સુજીતે કર્યું છે. સુજીત દ્વારા નિર્દેશિત આ ફિલ્મને દેશની બહાર અને દેશના સ્થળો પર શૂટ કરવામાં આવી છે. પ્રભાસની આ ફિલ્મનું ટીઝર જોઇને તમને લાગશે કે આ એક સુપરહિરો ફિલ્મ છે. લગભગ 150 કરોડ રૂપિયામાં બનીને તૈયાર થયેલી આ ફિલ્મમાં આપણને ઘણા સારા એક્શન સીન્સ જોવા મળશે.