બિગ બીને દાદા સાહેબ ફાળકે એવોર્ડ, સચિન બોલ્યો- ભૂમિકા અનેક પરંતુ શહેનશાહ બસ એક
અમિતાભ બચ્ચનને દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળવાની જાહેરાત પર સચિન તેંડુલકરે બિગ બીને ખાસ અંદાજમાં શુભેચ્છા આપી છે. સચિને અમિતાભ બચ્ચનના એક ફેમસ ડાયલોગને ટ્વીટર પર લખીને તેમને શુભેચ્છા આપી છે.
નવી દિલ્હીઃ ક્રિકેટમાંથી નિવૃતી લઈ ચુકેલ મહાન બેટ્સમેન સચિન તેંડુલકર આ દિવસોમાં પોતાનો માસ્ટર સ્ટ્રોક સોશિયલ વેબસાઇટ ટ્વીટર પર રમતો જોવા મળે છે. આવો માસ્ટર સ્ટ્રોક સચિને આજે અમિતાભ બચ્ચનને એક ફમસ ડાયલોગ લખીને રમ્યો છે. હકીકતમાં બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનને મંગળવારે દાદા સાહેહ ફાળકે એવોર્ડ માટે પસંદ કરાયા હતા. તેના પર ક્રિકેટના આ મહાનાયકે બોલીવુડના મહાનાયકને પોતાના અંદાજમાં શુભેચ્છા આપી છે.
સચિને અમિતાભ બચ્ચનને ટ્વીટ કરતે તેમની સુપરહિટ ફિલ્મ અગ્નિપથનો પ્રસિદ્ધ ડાયલોગ લખ્યો. ફિલ્મ અગ્નિપથનો આ ડાયલોગ સચિનના ફેવરિટ ડાયલોગમાં સામેલ છે. માસ્ટર બ્લાસ્ટરે પોતાના ટ્વીટમાં લખ્યું, 'વિજય દીનાનાથ ચૌહાણ, પૂરુ નામ. બાપનું નામ દીનાનાથ ચૌહાણ, માતાનું નામ સુહાસિની ચૌહાણ, ગામ માંડવા, ઉંમર 36...' આ એક એવી લાઇન છે, જે મારા પેટમાં આજે રોમાંચ મચાવી દે છે.
IND vs SA: ટેસ્ટમાં કેમ બનશે બેસ્ટ? ઓપનિંગમાં પર્દાપણ પહેલા રોહિતની અગ્નિપરીક્ષા
ભારતીય સિનામામાં પોતાની મહત્વની છાપ છોડનાર દેશના મહાન પ્રોડ્યૂસર, ડાયરેક્ટર અને સ્ક્રીન રાઇટર દાદા સાહેબ ફાળકેના સન્માનમાં ભારત સરકારે 1969મા 'દાદા સાહેબ ફાળકે એવોર્ડ' આપવાનું શરૂ કર્યું હતું. આ ભારતીય સિનેમાનો સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર છે. સૌથી પહેલા આ પુરસ્કાર મેળવનાર દેવિકા રાની ચૌધરી હતા. 1971મા ભારતીય પોસ્ટે દાદા સાહેબ ફાળકેના સન્માનમાં એક પોસ્ટ ટિકિટ જારી કરી હતી. તેના પર તેમનું ચિત્ર હતું.