કરીના, દિકરી સારા અને દિકરા ઇબ્રાહિમ સાથે સૈફ અલી ખાને મનાવ્યો Birthday, જુઓ Inside Photo
આ પાર્ટીમાં ફોટો કરિશ્મા કપૂર અને સોહા અલી ખાને તેના સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. સૈફની બર્થડે કેક પર લખવામાં આવ્યું હતું ‘વી લવ યૂ સૈફુ’
નવી દિલ્હી: સૈફ અલી ખાને તેની પત્ની અને બાળકો સાથે ધૂમ-ધામથી તેના જન્મ દિવસની ઉજવણી કરી છે. સૈફ અલી ખાને આજે તેનો 48મો જન્મ દિવસની ઉજવણી કરી રહ્યો છે. તેના જન્મ દિવસ પર કરીનાની બહેન કરિશ્મા, સૈફની બહેન સોહા અલી ખાન અને તેના પતિ કૃણાલ ખેમૂની સાથે સૈફ અને અમૃતા સિંહની બાળકો સારા અને ઇબ્રાહિમ પણ જોવા મળ્યા હતા. સૈફની બર્થડે પાર્ટીના ફોટો સોશિયલ મીડિયા વાયરલ થઇ રહ્યાં છે.
આ પાર્ટીમાં ફોટો કરિશ્મા કપૂર અને સોહા અલી ખાને તેના સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. સૈફની બર્થડે કેક પર લખવામાં આવ્યું હતું ‘વી લવ યૂ સૈફુ’. કરિશ્માએ જ્યારે તેની બહેન અને જીજા સાથે ફોટો શેર કર્યો હતો, ત્યારે સોહાએ પણ આ પાર્ટીનો એક ગૃપ ફોટો શેર કર્યો હતો. જેમાં કરીનાની જોડે ઇબ્રાહિમ અને સારા પણ જોવા મળ્યા હતા. પરંતુ આ પાર્ટીમાં સૈફની પહેલી પત્નીના બાળકો જોવા મળ્યા, ત્યારે અત્યારથી ફેમસ થઇ ચૂકેલો તૈમૂર કોઇપણ ફોટામાં જોવા મળ્યો નથી.
જણાવી દઇએ કે સૈફ અને કરીના બન્ને સોશિયલ મીડિયાથી દૂર રહે છે, પરંતુ તેમની દિકરી સારા અલી ખાને એક દિવસ પહેલા 15 ઓગસ્ટે ઇંસ્ટાગ્રામ પર જોવા મળી હતી. સારાએ પણ પિતાના બર્થડેની ફોટો તેના ઇસ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી હતી.