નેટફ્લિક્સ સાથે સૈફ અલી ખાન કરશે ફિલ્મ, પટકથાને ગણાવી શાનદાર
સેક્રેડ ગેમની સફળતા બાદ સૈફ અલી ખાન ફરી એકવાર નેટફ્લિક્સ સાથે કામ કરવા જઈ રહ્યા છે. સૈફ અલી ખાને ખુદ તેની માહિતી આપતા કહ્યું કે, હાલમાં તે નેટફ્લિક્સની ફિલ્મ સાઈન કરવાના છેલ્લા સ્ટેજમાં છે.
અમદાવાદ: સેક્રેડ ગેમની સફળતા બાદ સૈફ અલી ખાન ફરી એકવાર નેટફ્લિક્સ સાથે કામ કરવા જઈ રહ્યા છે. સૈફ અલી ખાને ખુદ તેની માહિતી આપતા કહ્યું કે, હાલમાં તે નેટફ્લિક્સની ફિલ્મ સાઈન કરવાના છેલ્લા સ્ટેજમાં છે. જેની પટકથા ખૂબ જ શાનદાર છે. સૈફ અલી ખાન એવા કલાકારોમાંથી છે જેણે વર્ષે 2018માં નેટફ્લિક્સના સેક્રેડ ગેમ્સથી ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યૂ કર્યું હતું. નવી ફિલ્મને લઈને વધુ જાણકારી હજી સામે નથી આવી.
સૈફ અલી ખાને કહ્યું કે, 'મે હાલમાં જ નેટફ્લિક્સની એક ફિલ્મ માટે શાનદાર સ્ક્રિપ્ટ સાંભળી છે. મને ફિલ્મની સ્ક્રિપ્ટ, આઈડિયા અને ડાયરેક્ટર ખૂબ જ પસંદ આવ્યા છે. અમે તારીખ નક્કી કરવાના પ્રયાસ કરી રહ્યા છે. અમે લગભગ તેના પર નિર્ણય કરવાના જ છીએ.' સૈફ અલી ખાનની અનેક ફિલ્મો રિલીઝ માટે કતારમાં છે. હાલમાં જ તેણે બંટી ઔર બબલી 2નું શૂટિંગ પૂર્ણ કર્યું છે, જેમાં રાની મુખર્જી પણ છે. આ ફિલ્મમાં એક્ટર સિદ્ધાંત ચતુર્વેદી અને શરવરી પણ છે.
આ સિવાય સૈફ અલી ખાન હાલ એક્ટર અર્જુન કપૂર, જૈકલીન ફર્નાંડીઝ અને યામી ગૌતમ સાથે હિમાચલમાં ભૂલ પુલિસનું શૂટિંગ કરી રહ્યા છે. તે પહેલીવાર કોઈ હૉરર-કૉમેડી ફિલ્મમાં કામ કરી રહ્યા છે.
સૈફ અલી ખાન ઓટીટી પ્લેટફોર્મમાં વખાણ કરી ચુક્યા છે. તેમણે કહ્યું કે, 'ઓટીટી બહુ જ સારી રીતે બૉક્સ ઑફિસની ગણતરીઓથી સ્વતંત્ર છે, જે સ્વાભાવિક રૂપે રચનાત્મકતાને નિયંત્રિત કરે છે. અહીં દર્શક નક્કી કરે છે કે તેમને શું જોવું છે અને કોણ સ્ટાર છે.' સૈફે કહ્યું હતું કે, 'ડિજિટલ માધ્યમ દર્શકોની સંખ્યા નથી જણાવતા. તે લોકોને ફિલ્મ કે સીરિઝને તેમની એબિલિટીના આધાર પર ઓળખવામાં મદદ કરે છે. એક સ્ટારનો પ્રાઈઝ ટેગ બજાર મૂલ્ય પર આધારિત હોય છે, પરંતુ સમાનતાનું વાતાવરણ હંમેશા સારું પડે છે.' મહત્વનું છે કે સૈફ અલી ખાનની સિરીઝ સેક્રેડ ગેમ્સને ખૂબ જ પ્રશંસા મળી હતી. જેમાં તેની સાથે નવાઝુદ્દી સિદ્દીકી પણ હતા.
સેક્રેડ ગેમ્સ વિશે વાત કરતા સૈફ અલી ખાને કહ્યું કે, બંને સેટ પર બરાબર હતા. તેઓ પ્રોજેક્ટની ભલાઈ માટે એકબીજાની સાથે મળીને કામ કરતા હતા. અહીં ફિલ્મ ઉદ્યોગ જેવી કોઈ સીનિયોરિટી નથી હોતી. ખાને કહ્યું હતું કે, ફિલ્મ ઉદ્યોગમાં હવે મોટા ફેરફારો થઈ રહ્યા છે, જ્યાં દરેક પગલે પડકાર રહેલો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube