દમદાર ડાયલોગ્સ સાથે રીલિઝ થયું `Saina`નું Trailer, ફેન્સને પસંદ આવ્યો Parineeti Chopra નો અંદાજ
પરિણીતી ચોપડાની (Parineeti Chopra) પ્રખ્યાત ફિલ્મ `સાઇના`નું (Saina) ટ્રેલર આવી ગયું છે. આ ટ્રેલર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women`s Day) નિમિત્તે આવ્યું છે, જેને ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે
નવી દિલ્હી: પરિણીતી ચોપડાની (Parineeti Chopra) પ્રખ્યાત ફિલ્મ 'સાઇના'નું (Saina) ટ્રેલર આવી ગયું છે. આ ટ્રેલર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women's Day) નિમિત્તે આવ્યું છે, જેને ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. ફિલ્મના ટીઝરમાં પહેલાથી ઘણા દમદાર ડાયલોગ્સ બોલાયા હતા, હવે ટ્રેલરમાં પણ ઘણા બધા ડાયલોગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફિલ્મ 'સાઇના'નું (Saina Film Trailer) આ ટ્રેલરને લોકો ખૂબ પસંદ આવી રહ્યું છે.
ટ્રેલર રીલિઝ
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર સાયનાનું ટ્રેલર (Saina Trailer) રીલિઝ કરવામાં આવ્યું છે. બેડમિંટન સ્ટાર સાઇના નેહવાલની (Badminton Star Saina Nehwal) ભૂમિકામાં પરિણીતી ચોપડાનો (Parineeti Chopra) દમદાર અભિનય જોવા મળશે. ટ્રેલરની શરૂઆત સાઇનાની માતાના પાત્રમાં જોવા મળેલી 'મેઘના મલિક' થી થાય છે. મેઘના એકદમ હરિયાણવી એક્સેન્ટમાં નાની સાઈનાને બેડમિંટન સ્ટાર બનવાના સપના દેખાળતા ડાયલોગ બોલતી જોવા મળે છે. મેઘના મલિકની એક્ટિંગ પણ જોરદાર લાગે છે. પરિણીતી ચોપડા ઘણા દ્રશ્યોમાં સાયનાના રોલમાં હંમેશાની જેમ ચુલબુલીની જગ્યાએ એકદમ ભોળી જોવા મળી રહી છે. સાઈનાના કોચ ચુલેલા ગોપીચંદના રોલમાં માનવ કૌલ હંમેશાની જેમ ખૂબ જ આશાસ્પદ જોવા મળે છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube