Biggest Flop Films: બોલીવુડ ફિલ્મ ડાયરેક્ટર સાજીદ ખાન તેની કોમેડી ફિલ્મો માટે પ્રખ્યાત છે. તેણે સુપરહિટ ફિલ્મ હાઉસ ફુલની પહેલી અને બીજી ફિલ્મને ડાયરેક્ટ કરી હતી. હાઉસફુલ ફ્રેન્ચાઇઝની આ બે ફિલ્મો બોક્સ ઓફિસ પર પણ સફળ રહી હતી. પરંતુ સાજીદ ખાને પોતાની કારકિર્દીમાં બે એવી ફિલ્મો પણ બનાવી છે જેને થિયેટરમાં જોવા ગયેલી ઓડીયન્સ હસવાને બદલે રડી પડી હતી. આ ફિલ્મ ઈમોશનલ હતી એવું નથી પરંતુ આ ફિલ્મ માથાનો દુખાવો સાબિત થઈ હતી. આ બે ફિલ્મના કારણે દર્શકો તો નિરાશ થયા છતાં પરંતુ ફિલ્મ બનાવનાર મેકર્સને પણ કરોડોનું નુકસાન સહન કરવું પડ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: કાર્તિક અને કરણ વચ્ચેની વોરનો આવ્યો અંત, કાર્તિકના બર્થ ડે પર કરણ જોહરે કરી જાહેરાત


હિંમતવાલા


વર્ષ 2013 માં સાજીદખાને હિંમતવાલા નામની ફિલ્મ બનાવી હતી. હિંમતવાલા ફિલ્મમાં અજય દેવગન, તમન્ના ભાટિયા, પરેશ રાવલ અને મહેશ માંજરેકર જેવા કલાકારોએ કામ કર્યું હતું. આ ફિલ્મ આ જ નામની ફિલ્મની રિમેક હતી. 1983 માં રિલીઝ થયેલી ફિલ્મ હિંમતવાલામાં જીતેન્દ્ર, શ્રીદેવી, કાદર ખાન, અમજદ ખાન જેવા કલાકારો જોવા મળ્યા હતા. આ એક ક્લાસિક હિટ ફિલ્મ સાબિત થઈ હતી. આ જ ફિલ્મને ફરી એકવાર લોકો સમક્ષ સાજીદ ખાને નવા અંદાજમાં રજૂ કરી પરંતુ લોકોને હિંમતવાલાની રિમેક બિલકુલ પસંદ ન આવી. આ ફિલ્મ બનાવવા માટે મેકર છે 68 કરોડ ખર્ચ કર્યા હતા. પરંતુ ફિલ્મ રિલીઝ થયા પછી 68 કરોડ પણ કમાઈ શકી ન હતી.


આ પણ વાંચો: Koffee With Karan 8 શોમાં વરુણ ધવને કહી દીધી એવી વાત કે કરણ જોહર થઈ ગયો ગુસ્સે


હમશકલ


આ ફિલ્મ પછી સાજીદ ખાને મલ્ટીસ્ટારર ફિલ્મ હમશકલ બનાવી હતી. 2014માં રિલીઝ થયેલી ફિલ્મમાં સૈફ અલી ખાન, રિતેશ દેશમુખ અને રામ કપૂર મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ કોમેડી જોનરની હતી પરંતુ થિયેટરમાં ફિલ્મ જોવા ગયેલા દર્શકો હસવાને બદલે લડવા લાગ્યા. વિચિત્ર વાત એ હતી કે આ ફિલ્મમાં સૈફ અલી ખાન, રામ કપૂર અને રિતેશ દેશમુખે ડબલ નહીં પરંતુ ત્રીપલ રોલ કર્યા હતા જેના કારણે ઓડિયન્સ પણ કન્ફ્યુઝ થઈ ગઈ હતી અને ફિલ્મ ખરાબ રીતે પિટાઈ ગઈ. આ ફિલ્મ બનાવવા માટે 64 કરોડનો ખર્ચ થયો હતો પરંતુ મેકર્સને માથે હાથ મૂકીને રડવાનો વારો આવ્યો અને ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ થઈ.


આ પણ વાંચો: કરન જોહરના શોમાં વિકી કૌશલ અને કિયારા અડવાણી આવશે સાથે, લગ્નજીવન અંગે કરશે ખુલાસા