Avengers Endgameના સ્ટાર્સને મળે છે અધધ પૈસા, કમાણીના લિસ્ટમાં ટોચ પર આયરનમેન
હોલિવૂડની ધમાકા ફિલ્મ Avengers Endgameએ ફિલ્મોના તમામ રેકોર્ડ તોડીને બોક્સઓફિસ પર સુનામી લાવી દીધી. એવેન્જર્સ સિરીઝની ફિનાલે ફિલ્મ એન્ડગેમ આખી દુનિયામાં ધમાલ મચાવવામાં સફળ સાબિત થઈ. આ ફિલ્મ બોક્સઓફિસ પર કરોડોની કમાણી કરી રહી છે.
નવી દિલ્હી : હોલિવૂડની ધમાકા ફિલ્મ Avengers Endgameએ ફિલ્મોના તમામ રેકોર્ડ તોડીને બોક્સઓફિસ પર સુનામી લાવી દીધી. એવેન્જર્સ સિરીઝની ફિનાલે ફિલ્મ એન્ડગેમ આખી દુનિયામાં ધમાલ મચાવવામાં સફળ સાબિત થઈ. આ ફિલ્મ બોક્સઓફિસ પર કરોડોની કમાણી કરી રહી છે. એક રિપોર્ટ પ્રમાણે ફિલ્મના કલાકારોની સેલરીનો પણ ખુલાસો થઈ ગયો છે. આ સેલરીની યાદીમાં બધાના ફેવરિટ આયરનમેન એટલે કે રોબર્ટ ડાઉની જુનિયર ટોપ પર છે. 2008માં આવેલી ફિલ્મ આયરનમેનથી માર્વસ સ્ટુડિયોનો આ પ્રવાસ શરૂ થયો હતો જેનો અંત એન્ડગેમ સાથે આવ્યો છે.
રિપોર્ટ પ્રમાણે 54 વર્ષના રોબર્ટ ડાઉની જુનિયર માર્વલ સ્ટુડિયોના પહેલા એવેન્જર છે જેના ચાહકોની સંખ્યા ઘણી વધારે છે. રોબર્ટ ડાઉની જુનિયરને Avengers Endgame ફિલ્મ માટે 1.2 બિલિયન ડોલરનો પે ચેક આપવામાં આવ્યો છે. આટલું જ નહીં પણ 2017માં આવેલી ફિલ્મ સ્પાઇડરમેન હોમકમિંગ માટે રોબર્ટને ત્રણ દિવસના શૂટિંગ માટે 5 મિલિયન ડોલરની ફી આપવામાં આવી હતી. રોબર્ટ સિવાય ક્રિશ અવંસ, ક્રિસ હેમ્સવર્થ અને સ્કારલેટ જોન્સનને પેણ સારી એવી ફી આપવામાં આવી છે.
જયા બચ્ચને ઇશારાઇશારામાં પીએમ વિશે કહી એલફેલ વાત અને પછી..
એવેન્જર્સ એન્ડગેમ (Avengers: Endgame)ની કમાણી રિલીઝના છઠ્ઠા દિવસે 29-30 કરોડ રૂપિયા નોંધાઈ છે. બુધવારે આ ફિલ્મે બોક્સઓફિસ પર કમાણીનો રેકોર્ડ બનાવ્યો છે. ભારતમાં 1 મેના દિવસે મોટાભાગની ઓફિસમાં રજા હતી અને એનો ફાયદો એવેન્જર્સ (Avengers: Endgame)ની કમાણીમાંમ જોવા મળ્યો છે. આ ફિલ્મે છ દિવસમાં લગભગ 245 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.