VIDEO: કોરોના ફાઈટર્સ પર હુમલો કરનારાઓ પર સલમાન કાળઝાળ, કહ્યું- `તેમનું સન્માન કરો`
ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 11000થી વધુ કેસ સામે આવ્યાં છે. જેમાંથી 9756 કેસ સક્રિય છે અને 377 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યાં છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી ખરાબ પરિસ્થિતિ છે જ્યાં કોરોનાના સૌથી વધુ 2687 કેસ સામે આવ્યાં છે. જ્યારે દિલ્હીમાં 1561, તામિલનાડુમાં 1204 કેસ જોવા મળ્યા છે. દેશમાં કોરોનાને લઈને લોકડાઉન 3 મે સુધી લંબાવવામાં પણ આવ્યું છે. આ લોકડાઉનનો ભંગ કરનારાઓ પર બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સલમાન ખાને ગુસ્સો કાઢ્યો છે.
નવી દિલ્હી: ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 11000થી વધુ કેસ સામે આવ્યાં છે. જેમાંથી 9756 કેસ સક્રિય છે અને 377 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યાં છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી ખરાબ પરિસ્થિતિ છે જ્યાં કોરોનાના સૌથી વધુ 2687 કેસ સામે આવ્યાં છે. જ્યારે દિલ્હીમાં 1561, તામિલનાડુમાં 1204 કેસ જોવા મળ્યા છે. દેશમાં કોરોનાને લઈને લોકડાઉન 3 મે સુધી લંબાવવામાં પણ આવ્યું છે. આ લોકડાઉનનો ભંગ કરનારાઓ પર બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સલમાન ખાને ગુસ્સો કાઢ્યો છે.
લગભગ 10 મિનિટનો વીડિયો
બોલિવૂડના અનેક દિગ્ગજ સિતારાઓ પોતાના ઈન્સ્ટાગ્રામ કે ટ્વીટર એકાઉન્ટ પર સતત વીડિયો શેર કરીને લોકોને કોરોના અંગે જાગૃત કરી રહ્યાં છે. બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાને કોરોનાને લઈને પોતાના ફેન્સને અને નાગરિકોને સચેત કર્યા છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગભગ 10 મિનિટનો એક વીડિયો શેર કરતા જણાવ્યું છે કે સામાન્ય લોકોની જેમ તે પણ લોકડાઉનમાં જીવે છે અને તે પરિવાર સાથે સમય પસાર કરવા આવ્યાં હતો અને હવે લોકડાઉનના કારણે તે પરિવાર સાથે અહીં જ ફસાઈ ગયો છું, પરંતુ આમ છતાં નિયમોનું સંપૂર્ણપણે પાલન કરે છે.
આ વીડિયોમાં સલમાન ખાને લોકડાઉન તોડનારા પર ખુબ ગુસ્સો ઠાલવ્યો છે. સલમાન ખાને લોકડાઉનનું બરાબર પાલન કરવાની વાત કરી છે અને ડોક્ટરોનું સન્માન કરવાની અપીલ કરી છે. સલમાને કહ્યું કે જે લોકો લોકડાઉનનું પાલન નથી કરતા તે ખુબ બહાદુર છે, પરંતુ શું તેઓ એટલા બહાદુર છે કે પોતાની ભૂલના કારણે પોતાના ઘરવાળાના જીવ જોખમમાં નાખશે અને પછી તેમની અર્થી ઉઠાવશો? સલમાને કહ્યું કે આ એક એવી બીમારી છે જેનો કોઈ ઈલાજ નથી અને જો તેને હજુ પણ ગંભીરતાથી ન લેવાઈ તો ઘીરે ધીરે તે સમગ્ર દેશને ખતમ કરી નાખશે.