Salman Khan Film: વર્ષ 2025 માં સિકંદર બની બોક્સ ઓફિસ પર ધમાકો કરશે સલમાન ખાન, ઈદ પર શેર કરી ગુડ ન્યૂઝ
Salman Khan Film: બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનની એક પણ ફિલ્મ વર્ષ 2024 ની ઈદ પર રિલીઝ થઈ નથી પરંતુ આ ઈદને પણ સલમાન ખાને ખાસ સ્ટાઇલમાં યાદગાર બનાવી છે. ઈદના દિવસે સલમાન ખાને પોતાની આગામી ફિલ્મનું એનાઉન્સમેન્ટ કરી દીધું છે.
Salman Khan Film: બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનની એક પણ ફિલ્મ વર્ષ 2024 ની ઈદ પર રિલીઝ થઈ નથી પરંતુ આ ઈદને પણ સલમાન ખાને ખાસ સ્ટાઇલમાં યાદગાર બનાવી છે. ઈદના દિવસે સલમાન ખાને પોતાની આગામી ફિલ્મનું એનાઉન્સમેન્ટ કરી દીધું છે. આ વર્ષે ઈદના દિવસે અક્ષય કુમાર અને અજય દેવગનની ફિલ્મો રિલીઝ થઈ છે. ત્યારે સલમાન ખાને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને તેના ચાહકોને ઈદી આપી છે.
આ પણ વાંચો: કિકુ શારદા અને ક્રિષ્ના અભિષેક વચ્ચે થઈ લાફાવાળી, થપ્પડ મારતો video વાયરલ
ઇદના દિવસે સલમાન ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટને અપડેટ કરીને એક પોસ્ટ શેર કરી છે. સલમાન ખાને આ પોસ્ટમાં તેની આગામી ફિલ્મનું ટાઈટલ જણાવી દીધું છે. સલમાન ખાને લોકોને ઈદની શુભકામના પાઠવી છે અને સાથે જ પોતાની ફિલ્મનું ટાઈટલ શેર કર્યું છે.
"મારી એક જ દિશા..." ટાઈગર શ્રોફે રિલેશનશીપ અંગે કરી દીધો મોટો ખુલાસો, જાણો શું કહ્યુ
મહત્વનું છે કે વર્ષ 2023 માં સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3 રિલીઝ થઈ હતી. ત્યાર પછી વર્ષ 2024 ખાલી રહ્યું છે. આ વર્ષમાં સલમાન ખાનની કોઈ મુવી રિલીઝ થવાની નથી. ટાઈગર 3 પછી હવે વર્ષ 2025 માં ઈદ પર સલમાન ખાનની સિકંદર ફિલ્મ રિલીઝ થશે. સલમાન ખાનના ચાહકો આ મુવી માટે પણ એક્સાઇટેડ છે અને સોશિયલ મીડિયા પોસ્ટ પર કોમેન્ટ કરીને સલમાન ખાનને શુભેચ્છા આપી રહ્યા છે.