નવી દિલ્લીઃ મલાઈકા અરોરા અને અરબાઝ ખાનની તેમના લગ્નથી લઈને છૂટાછેડા સુધી ઘણી ચર્ચાઓ થઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મલાઈકા અને અરબાઝની જોડી એક સમયે ઈન્ડસ્ટ્રીનું ગૌરવ હતું. બંને મોટાભાગે ઈન્ડસ્ટ્રીના દરેક મોટા ફંક્શન અને પાર્ટીઓમાં સાથે જોવા મળતા હતા. કહેવાય છે કે, મલાઈકા અને અરબાઝની પહેલી મુલાકાત એક ફોટોશૂટ દરમિયાન થઈ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પછી, બંને વચ્ચે નિકટતા વધી અને પાંચ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી મલાઈકા અને અરબાઝે વર્ષ 1998માં લગ્ન કર્યા હતાં.  મલાઈકા અને અરબાઝનો પ્રેમ પહેલી નજરનો પ્રેમ હતો. તેમના લગ્ન પણ હિન્દૂ, ક્રિશ્ચિયન અને મુસ્લિમ રિવાજોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા હતા.


આ લગ્નથી મલાઈકા અને અરબાઝને પુત્ર અરહાન ખાનનો જન્મ થયો, જેની ઉંમર હવે 19 વર્ષની નજીક છે. અરહાન હાલમાં વધુ અભ્યાસ માટે વિદેશ ગયો છે. જો કે, આ બધા પછી, મલાઈકા અને અરબાઝ વચ્ચેના સંબંધોમાં ખટાશ આવતા વર્ષ 2017માં તેમની જોડી તૂટી ગઈ હતી.


લગ્નના 19 વર્ષ પછી મલાઈકા અને અરબાઝે છૂટાછેડા લીધા અને અલગ થઈ ગયા. જો કે, આજ સુધી તે ખુલીને સામે નથી આવ્યું કે એવું કયું કારણ હતું જેના કારણે મલાઈકા અને અરબાઝે લગ્નના 19 વર્ષ બાદ આટલો મોટો નિર્ણય લીધો. મલાઈકા આજે અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે ત્યારે અરબાઝ ખાન પણ જ્યોર્જિયા એન્ડ્રિયાની સાથે સિરીયસ રિલેશનમાં છે.