Salman Khan Car Collection: બોલીવુડના દબંગ અભિનેતા સલમાન ખાનનો આજે 57મો જન્મદિવસ છે. આ નિમિત્તે તેના પરિવારથી લઈને મિત્રો અને ચાહકો તેને અભિનંદન આપી રહ્યા છે. સલમાન ખાન તેની સાદગી માટે જાણીતો છે. જો કે બોલીવુડના અન્ય કલાકારોની જેમ તેમની પાસે પણ લક્ઝરી કારનું વિશાળ કલેક્શન છે. સલમાન પાસે ઓડી, મર્સિડીઝથી લઈને લેક્સસ જેવી કંપનીઓની શાનદાર કાર છે. ખાસ વાત એ છે કે તેણે પોતાની બહેનને 4 કરોડની કિંમતની સૌથી મોંઘી રોલ્સ રોયસ કાર પણ ગિફ્ટ આપી હતી. ચાલો સલમાનના જન્મદિવસના અવસર પર તેના કાર કલેક્શન પર એક નજર કરીએ:


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1) Mercedes Benz AMG GLE43 और GL 350 CDI-
સલમાન પાસે 2 મર્સિડીઝ કાર AMG GLE43 અને GL 350 CDI છે. પ્રથમ કારની કિંમત 1.20 કરોડ રૂપિયા છે જે માત્ર 5.7 સેકન્ડમાં 0થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. જ્યારે બીજી કારની કિંમત 80 લાખ રૂપિયા છે. આ કારની ટોપ સ્પીડ 250Kmph છે અને તે માત્ર 4.9 સેકન્ડમાં 0થી 100Kmph સુધીની ઝડપ પકડી શકે છે.


2) Mercedes S class-
સલમાન ખાન પાસે બીજી મર્સિડીઝ એસ-ક્લાસ છે. તેની કિંમત 1.60 કરોડ રૂપિયા છે. તેમાં 3.0-લિટર V6 પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 362 bhp અને 500 Nm ટોર્ક જનરેટ કરે છે.


3) Audi A8L-
સલમાન ખાનની Audi A8Lની કિંમત 1.50 કરોડ રૂપિયા છે. આ એક સેડાન કાર છે, જેમાં 3.0-લિટર પેટ્રોલ એન્જિન છે. તેની ટોપ સ્પીડ 250 kmph છે અને તે માત્ર 6.3 સેકન્ડમાં 0થી 100 kmphની ઝડપ પકડી શકે છે.


4) Audi RS7-
સલમાનની બીજી કાર ઓડી RS7ની કિંમત 2.2 કરોડ રૂપિયા છે. આ એક પાવરફુલ કાર છે, જે 4.0-લિટર ટ્વિન ટર્બો V8 પેટ્રોલ એન્જિન સાથે આવે છે. તે 591 Bhp પાવર અને 800 Nm ટોર્ક આઉટપુટ ઉત્પન્ન કરે છે. કારની ટોપ સ્પીડ 250Kmph છે અને તે માત્ર 3.6 સેકન્ડમાં 0થી 100Kmph સુધીની ઝડપ પકડી શકે છે.


5) Porsche Cayenne Turbo-
સલમાન પાસે તેના કલેક્શનમાં પોર્શે કેયેન ટર્બો છે જે કોમ્પેક્ટ એસયુવી છે. તેની કિંમત 1.50 કરોડ રૂપિયા છે. તેમાં 4.0 લિટર V8 પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. આ કોમ્પેક્ટ SUV માત્ર 4.1 સેકન્ડમાં 0 થી 100Kmph ની ઝડપ પકડી શકે છે. તેની ટોપ સ્પીડ 286Kmph છે.


આ પણ ખાસ વાંચોઃ


Sunny Leone Bikini Photos: લો હવે સન્ની લિયોની કેસરી રંગની બિકીનીમાં આળોટતી દેખાઈ!


આ ભોજપુરી હીરોઈન સામે બોલીવુડ બેબ્સ પણ ભરે છે પાણી! ફિગર પર ફિદા છે લાખો ફેન્સ


રજનીકાંતની આ 5 ફિલ્મો જોશો તો ખ્યાલ આવશે કે એ કેમ કહેવાય છે સાઉથ સિનેમાના 'ભગવાન'!