નવી દિલ્હી: સલમાન ખાનની ઈદના દિવસે રિલીઝ થયેલી ફિલ્મ ભારત બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી  રહી છે. ફિલ્મે પાંચ જ દિવસમાં 150 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ સાથે જ વીકએન્ડ પર ફિલ્મે કમાણીમાં વધારો મેળવ્યો છે. દેશ ઉપરાંત લગભગ 70 દેશોમાં 1300 સ્ક્રિન્સ પર રિલીઝ કરાયેલી આ ફિલ્મને ડાઈરેક્ટર અલી અબ્બાસ ઝફરે દિગ્દર્શિત કરી હતી. અત્રે જણાવવાનું કે સલમાન ખાનની 'ભારત' પહેલા દિવસે જ પોતાની ગત બધી ફિલ્મોના રેકોર્ડ તોડતા સૌથી વધુ ઓપનિંગ કરનારી ફિલ્મ બની હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે 'ભારત'ના કલેક્શનના આંકડા ટ્વિટ કરીને પોસ્ટ કરતા લખ્યું કે પાંચમા દિવસે ફિલ્મે દેશમાં 150 કરોડથી વધુની કમાણી કરી છે. ફિલ્મે પહેલા દિવસે બુધવારે 42.30 કરોડની કમાણી કરી, જ્યારે રિલીઝના બીજા દિવસે ગુરવારે 31 કરોડની કમાણી કરી. શુક્રવારે 22.20 કરોડ, શનિવારે 26.70 કરોડ અને રવિવારે 27.90 કરોડની કમાણી કરી લીધી. ફિલ્મે પાંચમા દિવસે કુલ 150.10 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. 



આવી છે ફિલ્મની કહાની
સલમાન ખાનની ઈદ પર રિલીઝ થયેલી ફિલ્મ 'ભારત' સતત સમાચારોમાં ચમકતી રહી છે. કેટરીના કૈફ અને સલમાનની જોડીને રોમેન્ટિક અંદાજમાં જોવી તેમના ચાહકોને હંમેશા ગમે છે. સલમાન ખાન સ્ટારર  ફિલ્મ 'ભારત' સાઉથ કોરિયન ફિલ્મ 'ઓડ ટુ માય ફાધર'ની હિન્દી રિમેક છે. ફિલ્મ 'ઓડ ટુ માય ફાધર'માં 1950થી લઈને 2014 સુધીના એક સમયગાળાને એક સામાન્ય નાગરિકના દ્રષ્ટિકોણથી રજુ કરાયો હતો. 


સલમાનની ઈદ પર રિલીઝ થયેલી ફિલ્મોની સફર
અત્રે જણાવવાનું કે વર્ષ 2009માં ફિલ્મ 'વોન્ટેડ'એ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સલમાન ખાનને નવી ઓળખ આપી. આ ફિલ્મ બાદથી સલમાન ખાનની મોટી ફિલ્મો ઈદ પર રિલીઝ થવા લાગી. સલમાન ખાન ફિલ્મો રિલીઝ કરવા માટે ઈદને લકી ગણે છે. 2009થી લઈને 2019 સુધીમાં દસ વર્ષોમાં આ સમયગાળામાં તેણે અનેક હીટ ફિલ્મો આપી છે.