Salman Khan કેમ નથી કરતો લગ્ન? પિતા સલીમ ખાને સલમાનના સિંગલ હોવા અંગે કર્યો મોટો ખુલાસો
Happy Birthday Salman Khan: સલમાને 1988માં ફિલ્મ બીવી હો તો ઐસીથી અભિનયની શરૂઆત કરી હતી. જેમાં, તેમણે સપોર્ટિંગ રોલ કર્યો હતો. બોલિવૂડમાં પ્રથમ મુખ્ય ભૂમિકા સલમાને સૂરજ આર. બરજાત્યાની રોમાન્સ ફિલ્મ `મૈને પ્યાર કિયા`માં જોવા મળ્યા હતા. આ ફિલ્મ ભારતની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની એક બની હતી. સાથે જ આ ફિલ્મ માટે તેમને ફિલ્મફેર શ્રેષ્ઠ ડેબ્યુ અભિનેતાનો પુરસ્કાર અને ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર માટે નામાંકન મળ્યું હતું.
નવી દિલ્લીઃ 27 ડિસેમ્બર 1965ના રોજ સલીમ ખાન અને તેમની પ્રથમ પત્ની સુશીલા ચરકના મધ્ય પ્રદેશના ઈન્દરનો ઘરે એક બાળકનો જન્મ થયો. જેનું પુરૂ નામ અબ્દુલ રશીદ સલીમ સલમાન ખાન નામ આપવામાં આવ્યું. સલમાનના દાદા અફઘાનિસ્તાનથી ભારતમાં આવ્યા હતા. જ્યારે, સલમાનની માતા હિન્દુ મરાઠી હતા. એટલે જ સલમાન ઘણીવાર કહે છે કે, તે અડધા હિન્દુ છે અને અડધા મુસ્લિમ છે.
સલમાને 1988માં ફિલ્મ બીવી હો તો ઐસીથી અભિનયની શરૂઆત કરી હતી. જેમાં, તેમણે સપોર્ટિંગ રોલ કર્યો હતો. બોલિવૂડમાં પ્રથમ મુખ્ય ભૂમિકા સલમાને સૂરજ આર. બરજાત્યાની રોમાન્સ ફિલ્મ 'મૈને પ્યાર કિયા'માં જોવા મળ્યા હતા. આ ફિલ્મ ભારતની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની એક બની હતી. સાથે જ આ ફિલ્મ માટે તેમને ફિલ્મફેર શ્રેષ્ઠ ડેબ્યુ અભિનેતાનો પુરસ્કાર અને ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર માટે નામાંકન મળ્યું હતું. 1990માં સલમાન ખાનની માત્ર એક જ ફિલ્મ 'બાગીઃ અ રિબેલ ફોર લવ' રિલીઝ થઈ હતી. જેમાં દક્ષિણ ભારતીય અભિનેત્રી નગ્મા મુખ્ય ભૂમિકામાં હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી, અને ત્યાર બાદ 1991નું વર્ષ તેમના માટે સફળ વર્ષ સાબિત થયું હતું. જ્યાં તેમની
સતત ત્રણ ફિલ્મોમાં સફળ રહી હતી. જોકે, 1992-1993માં રિલીઝ થયેલી ફિલ્મો તેમની અસફળ રહી હતી.1994માં રિલીઝ થયેલી સૂરજ બરજાત્યાની રોમાન્સ ફિલ્મ હમ આપકે હૈ કૌને સલમાનના કરિયરમાં પ્રાણ ફૂંક્યા હતા. આ ફિલ્મમાં તેમની સાથે માધૂરી દીક્ષિત જોવા મળી હતી. 1995માં, સલમાને રાકેશ રોશનની બ્લોકબસ્ટર ફિલ્મ કરણ અર્જુનમાં શાહરૂખ ખાન સાથે કામ કર્યું. આ ફિલ્મ વર્ષની બીજી સૌથી મોટી હિટ ફિલ્મ હતી. અને તેમાં કરણની ભૂમિકાએ તેમને ફરીથી ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતાનું નામાંકન મેળવ્યું હતું. તેમને આગામી સફળતા રાજ કંવરની સની દેઓલ અને કરિશ્મા કપૂર સાથેની એક્શન હિટ ફિલ્મ જીતમાં મળી. તેમની બે ફિલ્મો જુડવા અને ટૂલ 1997માં રિલીઝ થઈ હતી. પ્રથમ ફિલ્મ ડેવિડ ધવન દ્વારા નિર્દેશિત કોમેડી ફિલ્મ હતી. જેમાં તેમણે ડબલ રોલ ભજવ્યો હતો. ખાને 1998માં પાંચ અલગ-અલગ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. જેમાં તેમની પ્રથમ ફિલ્મ પ્યાર કિયા તો ડરના ક્યા હતી. જેમાં, કાજોલ તેની સહ અભિનેત્રી હતી.
1999માં, ખાને ત્રણ હિટ ફિલ્મો કરી, જેમાં હમ સાથ-સાથ હૈ, બીવી નંબર 1 અને હમ દિલ દે ચુકેનો સમાવેશ થાય છે. હમ દિલ દે ચૂકે સનમ ફિલ્મે સલમાનના આલચકોને ચૂપ કરી દીધા હતા. 2000માં, ખાન ચોરી ચોરી ચૂપકે ચુપકેમાં દેખાયા હતા. જેમાં, સરોગેટ બાળજન્મના મુદ્દાને સંબોધિત કરાયો હતો. 2002માં તેણે હમ તુમ્હારે હૈ સનમમાં અભિનય કર્યો હતો. 2003માં સલમાન ખાનની તેરે નામ ફિલ્મ હિટ થઈ હતી. 2004માં મુજસે શાદી કરોગી અને 2005માં રિલીઝ થયેલી નો એન્ટ્રી પણ હિટ ફિલ્મો હતી. 2007માં સલમાને હિટ ફિલ્મ સલામ એ ઈશ્કમાં કામ કર્યું હતું. જ્યારે, 2009માં તેમણે 10 કા દમ ટેલિવિઝન શો હોસ્ટ પણ કર્યો હતો.
2009 બાદ સલમાનના કરિયરમાં નવો વળાંક આવ્યો. સલમાન કોરિયોગ્રાફરથી નિર્દેશક બનેલા પ્રભુ દેવાની વોન્ટેડમાં કામ કર્યું. જેનાથી ફરીએકવાર તેમને એક્શન હિરોનું ટાઈટલ મળ્યું. 2010માં ઈતિહાસ પર આધારિત ફિલ્મ વીરમાં પણ તેમને ઘણી નામના મળી હતી. જ્યારે, તે જ વર્ષ તેમની ફિલ્મ દબંગ રિલીઝ થઈ હતી. જે ફિલ્મે તમામ સ્તરે ધૂમ મચાવી હતી અને તેની સ્કિવલ દબંગ 2 પણ 2012માં આવી હતી. જે ફિલ્મ પણ પાર્ટ 1 જેટલી સફળ રહી હતી. 2011માં સલમાને રેડ, બોડીગાર્ડ ફિલ્મમાં કામ કર્યું. 2012માં તેમની એક થા ટાઇગર ફિલ્મ ખૂબ જ પ્રચલિત થઈ હતી. 2014માં સલમાન ખાને 2 હિટ ફિલ્મ આપી. જેમાં જય હો અને કિકનો સમાવેશ થાય છે.
જ્યારે, 2015માં તેમણે બજરંગી ભાઈજાન ફિલ્મથી લોકોનું દિલ જીત્યું હતું. જ્યારે, તે જ વર્ષે રિલીઝ થયેલી પ્રેમ રતન ધન પાયો બજરંગી જેવો કમાલ નહોતી બતાવી શકી હતી. 2016માં સલમાન ખાનની સુલતાન રિલીઝ થઈ હતી. જેમાં સલમાને રેસલરથી MMA ફાઈટર બનેલા વ્યક્તિનો રોલ કર્યો હતો. જેના લોકોએ ખૂબ જ વખાણ કર્યા હતા. 2017માં સલમાને પોતાના ભાઈ સોહેલ ખાન સાથે ફિલ્મ કરી હતી. જે ફ્લોપ રપી હતી. ત્યારબાદ સલમાને તે જ વર્ષે એક થા ટાઇગરની સ્કિવલ ટાઇહર ઝિંદા હૈ માં કામ કર્યું. જે ફિલ્મે ધૂમ મચાવી હતી. 2019માં સલમાન ખાને ફિલ્મ ભારતમાં કેટરિના સાથે કામ કર્યું જે હિટ રહી હતી. જ્યારે 2021, સલમાને રાધે ફિલ્મમાં કામ કર્યું છે. અને હાલ સલમાન ખાનની લેટેસ્ટ ફિલ્મ અંતિમ છે. જેમાં, ભાઈજાને પંજાબી કોપનો રોલ નિભાવ્યો છે.
સલમાન ખાનની 10 ગર્લફ્રેન્ડ રહી ચુકી છે-
સલમાનના ચાહનારોનું લીસ્ટ તો બહુ લાંબુ છે પણ સલમાન હજુ કુવારો છે. તમને જણાવી દઈએ કે સલમાનની 10 ગર્લફ્રેન્ડ રહી ચુકી છે. બોલીવુડમાં સલમાન ખાનનો પહેલો પ્રેમ સંગીતા બિજલાનીને માનવામાં આવે છે. મળતી માહિતી મુજબ બંનેની વાત છેક લગ્ન સુધી પહોચી હતી પરંતુ કોઈક કારણોસર બંને અલગ થઇ ગયા. આજે પણ તે બંને સારા મિત્રો છે.
આ ઉપરાંત કરાચીમાં જન્મેલી "સોમી અલી" પણ નાનપણથી સલમાન પર મરતી હતી. જે 16 વર્ષની ઉમરમાં સલમાનની નજીક આવવા મુંબઈ આવી હતી. ત્યારબાદ તેણે મોડેલીંગ શરૂ કર્યું અને સલમાનની નજીક આવી પરંતુ તેમનો સબંધ કાયમી થતા પહેલા જ બંનેમાં ખટાશ આવી ગઈ. કેટરીના કૈફ પણ સલમાનની નજીક આવી હતી પરંતુ બંનેના લગ્ન ન થયા. હાલમાં જ કેટરીનાના વિક્કી કૌશલ સાથે લગ્ને થયા છે.
આ ઉપરાંત ક્લોડીયા સીએસ્લા એક મોડેલ છે. જે અક્ષય કુમાર સાથે એક સોન્ગ કરી ચુકી છે. તે પણ સલમાનની ગર્લફ્રેન્ડ રહી ચુકી છે. આ ઉપરાંત ક્લોડીયા સીએસ્લા એક મોડેલ છે. જે અક્ષય કુમાર સાથે એક સોન્ગ કરી ચુકી છે. તે પણ સલમાનની ગર્લફ્રેન્ડ રહી ચુકી છે. બોલીવુડમાં જરીન ખાનને લાવવાનો બધો શ્રેય સલમાન ખાનને જાય છે. ફિલ્મ 'વીર'થી બંને નજીક જોવા મળ્યા હતા. ડેજી શાહને સલમાને પોતાની ફિલ્મ 'જય હો'માં લોન્ચ કરી હતી. આ ફિલ્મના સેટ પર બંને એકબીજાની ખુબ જ નજીક જોવા મળ્યા હતા.
ત્યારબાદ ફિલ્મ 'રેસ 3'માં પણ સલમાન સાથે જોવા મળશે. અભિનેતા પ્રતિક બબ્બરની ગર્લફ્રેન્ડ રહી ચુકેલ એમી જેકસનનું નામ પણ સલમાન સાથે જોડાયેલું છે. સુપરફ્લોપ ફિલ્મ 'લક્કી'થી નજીક આવેલ સલમાન અને સ્નેહા ઉલ્લાનો સંબંધ વધુ સમય ચાલ્યો ન હતો. તમને જણાવી દઈએ કે સ્નેહાને એશ્વર્યાની હમ શકલ માનવામાં આવે છે. સલમાન અને લુલીયા વંતૂરને લઈને ખુબ જ ચર્ચાઓ હમેશા થતી રહે છે. ચર્ચાઓ મુજબ લુલીયા સાથે સલમાન લાંબા સમયથી રિલેશનશીપમાં છે.
સલમાન ખાન ક્યારે લગ્ન કરશે? શું સલમાનને કોઈ સાથે અફેર છે? આવા અનેક સવાલો ચાહકોના મનમાં રહેતા હોય છે. ત્યારે આ મુદ્દે એક ઈન્ટરવ્યૂમાં સલમાન ખાનના પિતા સલીમ ખાને હસતા હસતા જણાવ્યું હતુંકે, સલમાન કેમ મેરેજ નથી કરતો. સલીમ ખાને કહ્યુંકે, સલમાન ખાન પોતાની માતાને ખુબ જ પ્રેમ કરે છે. અને તે દરેક યુવતીમાં પોતાની માતાને શોધે છે. જ્યારે એને એની માતા જેવી જ કોઈ યુવતી મળશે ત્યારે તે જરૂર લગ્ન કરી લેશે. જ્યારે ચર્ચામાં એવું પણ છેકે, એક કારણ સલમાને એવું આપેલું કે, તેને અભિનેત્રી રેખા ખુબ પસંદ હતી. રેખા જેવું કોઈ તેને મળ્યું નહીં એટલે તેણે લગ્ન નથી કર્યાં. આ ઉપરાંત એક વાત એવી પણ ચર્ચામાં છેકે, સલમાનને જુહી ચાલવા ખુબ પસંદ હતી. તેણે જુહી સાથે લગ્ન કરવા માટે પ્રપોઝ પણ કરેલું જોકે, જુહી અને તેના પરિવારને આ સંબંધ મંજૂર ન હોવાથી વાત આગળ વધી શકી નહીં.