Salman Khan Latest Video: બોલીવુડના ભાઈજાન અને સૌથી મોટા સુપરસ્ટાર ગણાતા સલમાન ખાન હંમેશા પોતાના અનોખા અંદાજ અને સ્ટાઈલને કારણે ચર્ચામાં રહેતા હોય છે. પણ આ વખતે તેમનો એવો વીડિયો વાયરલ થયો છે જે તમે અત્યાર સુધી ક્યારેય નહીં જોયો હોય. સલમાન ખાન લૂંગી પહેરીને આટાંફેરા કરતા હતા અને આ વીડિયો વાયરલ થઈ ગયો. શું આજ સાચી હકીકત છે. સોશિયલ મીડિયા પર હાલ સલમાન ખાનનો લૂંગી વાળો વીડિયો જબરદસ્ત વાયરલ થઈ રહ્ય છે. ચાહકો પણ સલમાનને આ લૂકમાં જોઈને ચોંકી ગયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છેકે, સલમાન ખાન આ દિવસોમાં તેની આગામી ફિલ્મો સિવાય 'બિગ બોસ 16'માં વ્યસ્ત છે. લાંબા સમયથી તેના ચાહકો મોટા પડદાથી દૂર સલમાન ખાનની ફિલ્મોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સલમાન આવતા વર્ષે 'ટાઈગર 3' અને 'કિસી કા ભાઈ કિસી કી જાન'થી કમબેક કરશે. આ દરમિયાન સલમાન ખાનનો એક લેટેસ્ટ વીડિયો સામે આવ્યો છે.  જેમાં ભાઈજાન અનોખા અંદાજમાં જોવા મળી રહ્યા છે.સલમાનની આ સ્ટાઈલ તમે ક્યારેય નહી જોઈ હોય. પહેલી વાર તે બ્લેક લુંગીમાં જોવા મળી રહ્યો છે. તે આ લુકમાં કાતિલ લાગી રહ્યો છે. સૌ કોઈ આ વીડિયો પર કોમેન્ટનો મારો ચલાવી રહ્યા છે. 
 



 


ભાઈજાનનો વીડિયો વાયરલઃ
સલમાન ખાનની ફેન ફોલોઈંગ એટલી મજબૂત છે કે ચાહકો તેની સાથે જોડાયેલ કોઈ પણ વસ્તુની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન સલમાન ખાનનો એક લેટેસ્ટ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બની રહ્યો છે. સલમાન ખાનનો આ વીડિયો માનવ મંગલાનીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે 'ટાઈગર 3' સ્ટારર સલમાન ખાન કાળા રંગની લુંગી પહેરેલો જોવા મળી રહ્યો છે. સલમાન જે મોટાભાગે સૂટ બૂટમાં જોવા મળે છે તેને આ રીતે જોવું થોડું આશ્ચર્યજનક છે. જો કે આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે સલમાન તેના રોલને જીવંત કરવા માટે પોતાનો ગેટઅપ બદલતો રહે છે. આવી સ્થિતિમાં એ કહી શકાય નહીં કે સલમાનનો આ નવો લૂક કોઈ ફિલ્મ માટે છે કે ટીવી એડ માટે.


'રાધે'ની ઓટીટી રિલીઝ પછી સલમાન ખાન કોઈ પણ ફિલ્મમાં મુખ્ય અભિનેતા તરીકે જોવા મળ્યો નથી. આવતા વર્ષે સલમાન ખાનની બે મોટી ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થશે. સૌપ્રથમ એપ્રિલમાં ઈદના અવસર પર થિયેટરોમાં સલમાનની 'કિસી કા ભાઈ કિસી કી જાન' અને પછી દિવાળીના અવસર પર, મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ટાઈગર 3' રિલીઝ થશે.