મુંબઇ: પોતાની ઇદ પરંપરાને યથાવત રાખતા સલમાન ખાન ટૂંક સમયમાં 2020ના ઉત્સવની રિલીઝ માટે એક નવા પ્રોજેક્ટની જાહેરાત કરશે. તાજેતરમાં જ સલમાન ખાને પોતાના સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો હતો કે વર્ષ 2020 ની ઇદ પર પોતાના ફેન્સ સાથે ઉજવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એવું માનવામાં આવી રહ્યું છે કે સલમાન ખાન હાલમાં પોતાની આગામી ફિલ્મ માટે કોઇ કસર છોડવા માંગતા નથી જેની જાહેરાત હજુ બાકી છે. ગત 2-3 દિવસથી સલમાન ખાન અને તેમની ટીમ બેક ટૂ બેક મીટીંગ કરી રહી છે અને પોતાની બધે એનર્જી પ્રોજેક્ટમાં લગાવી રહી છે. ત્યારે સલમાન ખાને પોતાના નજીકના લોકોને સહજતાથી ગોપનીયતા જાળવી રાખી છે. તાજેતરમાં જ ફેલાયેલી અફવાઓને નકારી કાઢી છે. 


જ્યારથી ''ઇંશાલ્લાહ''ને છોડવાના સમાચાર સામે આવ્યા છે, ત્યારથી અફવાઓએ તૂલ પકડી લીધું છે. પરંતુ બધા સમાચારો નજરઅંદાજ કરતાં અભિનેતાને લાગે છે કે જો આ ઇશ્વરની ઇશા હોત તો એવું જ થાત. ફિલ્મના શીર્ષક ખબર પડે છે- ઇન્શાલ્લાહ!


ફેંસ અત્યારથી જ ઉત્સાહિત છે અને ''ભાઇ'' દ્વારા કરવામાં આવતી ઔપચારિક જાહેરાતનો આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે જે પોતાની દમદાર ફિલ્મ સાથે ફરી એકવાર તહેવારને રોશન કરવા માટે તૈયાર છે. અમને લાગે છે કે સંજય લીલા ભણસાલી અને તેમની ટીમને સલમાન ખાન પાસેથી શીખવું જોઇએ કે અફવાઓ ફેલાવવા બદલે પોતાના કામ પર ધ્યાન કેંદ્વીત કરવું જોઇએ.