નવી દિલ્હીઃ બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન પોતાના ફેન્સના દિલો પર રાજ કરે છે. તેના ફેન્સ પોતાના પસંદગીના અભિનેતા પર પ્રેમ વરસાવે છે. ફિલ્મોથી લઈને સોશિયલ મીડિયા પર તેનો પ્રેમ જોવા મળે છે. હકીકતમાં, સોશિયલ પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર 3 કરોડ (30 મિલિયન) ફોલોઅર્સ થઈ ગયા છે. તેના પર સલમાન ખાને પોતાના ફેન્સનો આભાર માનતા એક વીડિયો શેર કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સલમાન ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક બૂમરેંગ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે તે પોતાના ફેન્સનો આભાર વ્યક્ત કરતો જોવા મળે છે. આ સાથે કેપ્શનમાં કહ્યું, 'ઓય માં 3 કરોડ! બધાનો આભાર.' તો તેના આ વીડિયો પર પણ ફેન્સે પોતાની પ્રતિક્રિયા આપી છે. એક પ્રશંસકે લખ્યું, 'લવ યૂ સલમાન ખાન', તો બીજાએ લખ્યું, 'ઓહો સ્વેગ', અન્યએ લખ્યું, 'હું તમારો સૌથી મોટો પ્રશંસક છું સર.'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો બોલીવુડના અન્ય સમાચાર