નવી દિલ્હી : સલમાન ખાનનો ડાન્સ સ્ક્રિન પર જેટલો પસંદ કરવામાં આવે છે એટલો જ રિયલ લાઇફમાં પણ હિટ છે. હાલમાં સલમાન તેના ભાઈ અરબાઝની એક્સ વાઇફ મલાઇકાથી અપસેટ છે કારણ કે મલાઇકાએ તેના ભાઈને ડિવોર્સ આપીને અર્જુન કપૂર સાથે લગ્ન કરવાનું પ્લાનિંગ કરી રહી છે. જોકે હાલમાં સલમાનનો એક વીડિયો વાઇરલ બન્યો છે જેમાં તે બોબી દેઓલ અને રિતેશ દેશમુખ સાથે ડાન્સ કરી રહ્યો છે. સલમાનનો આ વીડિયો વાઇરલ બની રહ્યો છે. 


શાહિદ અને સૈફ પહેલાં કરીનાની નજર હતી ટોચના રાજકારણી પર! વાઇરલ થયો ખુલાસો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહેલા આ વીડિયોમાં સલમાન ખાન, રિતેશ દેશમુખ અને બોબી દેઓલ સાથે બાદશાહ જેવા સિંગર અને બીજી અનેક સેલિબ્રિટીઓ મસ્તીમાં નાચતા નજરે ચડે છે. હકીકતમાં સલમાન પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢીને સેલિબ્રિટી ક્રિકેટ લીગ મેચને સેલિબ્રેટ કરવા માટે સોહેલ ખાનના ઘરે પહોંચ્યો હતો અને ત્યારે આ વીડિયો શૂટ કરવામાં આવ્યો હતો. 


આ ગીતમાં સલમાન એક્સ ભાભી મલાઇકાના પંજાબી ટ્રેક 'ગુડ નાલ ઇશ્ક મીઠા' પર ડાન્સ કરી રહ્યો છે. હવે સલમાન પોતાની આગામી ફિલ્મ ભારતની રિલીઝમાં વ્સ્ત છે. આ પછી તે દબંગ 3ન પર કામ કરવાનું શરૂ કરશે. સલમાન અને બોબીએ રેસ 3માં સાથે કામ કર્યું છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...