સલમાનના પિતા સલીમ ખાનને RSS પ્રમુખ મોહન ભાગવતે આપ્યો આ મોટો પુરસ્કાર
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે બુધવારે બોલિવૂડના જાણીતા પટકથા લેખક અને સુપરસ્ટાર સલમાન ખાનના પિતા સલીમ ખાનને 77માં માસ્ટર દીનાનાથ મંગેશકર એવોર્ડથી સન્માનિત કર્યાં. સલીમ ખાનને માસ્ટર દીનાનાથ મંગેશકર લાઈફટાઈમ એવોર્ડથી નવાજવામાં આવ્યાં. સલીમ ખાન ઉપરાંત બોલિવૂડની અન્ય હસ્તીઓને પણ પુરસ્કારથી સન્માનિત કરાયા.
મુંબઈ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે બુધવારે બોલિવૂડના જાણીતા પટકથા લેખક અને સુપરસ્ટાર સલમાન ખાનના પિતા સલીમ ખાનને 77માં માસ્ટર દીનાનાથ મંગેશકર એવોર્ડથી સન્માનિત કર્યાં. સલીમ ખાનને માસ્ટર દીનાનાથ મંગેશકર લાઈફટાઈમ એવોર્ડથી નવાજવામાં આવ્યાં. સલીમ ખાન ઉપરાંત બોલિવૂડની અન્ય હસ્તીઓને પણ પુરસ્કારથી સન્માનિત કરાયા.
બોલિવૂડના સૌથી ચર્ચિત ડાન્સર અને અભિનેત્રી હેલનને પણ માસ્ટર દીનાનાથ મંગેશકર એવોર્ડથી નવાજવામાં આવ્યાં. જ્યારે રાષ્ટ્રીય પુરસ્કાર વીજેતા અને જાણીતા ફિલ્મ ડાઈરેક્ટર મધુર ભંડારકરને પણ આ પ્રતિષ્ઠિત પુરસ્કાર અપાયો. તમામ વિજેતાઓને આરએસએસના પ્રમુખ મોહન ભાગવતના હસ્તે પુરસ્કાર એનાયત કરાયો.
ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પણ ટ્વિટર પર આ સમારોહથી સલીમ ખાન, હેલન અને મધુર ભંડારકરની તસવીરો શેર કરી.
ઉલ્લેખનીય છે કે દીનાનાથ મંગેશકર સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકર, આશા ભોંસલે, ઉષા મંગેશકરના પિતા છે. તેઓ એક મશહૂર કલાકાર, નાટ્ય સંગીતકાર અને હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત ગાયક હતાં.
જુઓ, LIVE TV