નવી દિલ્હી: બોલીવુડના દબંગ ખાન એટલે કે સલમાન ખાનની ફિલ્મ રાધે ઈદના દિવસે રિલીઝ થઈ હતી. ઓટીટી પર રિલીઝ થયેલી આ ફિલ્મને બહુ સારા રિવ્યૂ મળ્યા નથી. આ બધા વચ્ચે એક્ટર અને ફિલ્મ ક્રિટિક કમાલ આર ખાને અભિનેતાની ટીકા કરી છે. લાગે છે કે સલમાન ખાનને એ પસંદ નથી, એટલે જ તેમણે આટલું મોટું પગલું ભર્યું છે. સલમાન ખાને કમાલ આર ખાન પર બદનક્ષીનો દાવો ઠોક્યો છે. સલમાન ખાનની આ કાર્યવાહી બાદ કમાલ રાશિદ ખાને ફરીથી એક ટ્વીટ કરીને અભિનેતાને આડે હાથ લીધા છે. 


'સારી ફિલ્મ બનાવો'
કમાલ આર ખાન પર થયેલા બદનક્ષીના કેસ અંગે તેમણે પોતે ટ્વીટ કરીને જાણકારી આપી. કમાલ આર ખાને હાલમાં જ કરેલી ટ્વીટમાં લખ્યું કે પ્રિય સલમાન ખાન આ માનહાનિનો કેસ તમારી હતાશા અને નિરાશાના પુરાવા છે. હું મારા ફોલોઅર્સ માટે રિવ્યૂ આપી રહ્યો છું અને મારું કામ કરી રહ્યો છું. મને ફિલ્મોના રિવ્યૂ કરતો રોકવાની જગ્યાએ તમારે સારી ફિલ્મો બનાવવી જોઈએ. હું સત્ય માટે લડતો રહીશ. આ કેસ માટે આભાર.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube