નવી દિલ્હી: સલમાન ખાન કાળિયાર શિકારના કેસમાં દોષી સાબિત થયા છે. ગુરૂવારે જોધપુરની કોર્ટ આ મામલે ચૂકાદો સંભળાવ્યો. સલમાને કોર્ટે 5 વર્ષની સજા અને 10 હજાર રૂપિયાના દંડના સજા ફટકારી છે. સજા સંભળાવતાં સલમાનને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આ કેસ 20 વર્ષ જૂનો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સલમાન ખાન સજાની સાથે જ અટકળો તેજ થઇ રહી છે કે તેમના પ્રોફેશનલ પ્રોજેક્ટ અટકી શકે છે. સાથે જ કરોડો રૂપિયાની રકમ પણ ફસાઇ શકે છે. જોકે જામીન માટે હજુ સલમાન પાસે ઉપલી કોર્ટોમાં જવાનો વિકલ્પ છે. આશા છે કે તેમને જામીન મળી જશે. સલમાન હાલ ઘણા પ્રોજેક્ટ સાથે જોડાયેલા છે અથવા જોડાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. આમ તો ચૂકદાથી સલમાનને વ્યાવસાયિક નુકસાન થશે નહી પરંતુ તેમની છબિ જરૂર ખરડાશે. 


રેસ 3
સલમાન ખાન હાલમાં રેસ 3નું શૂટિંગ કરી રહ્યાં છે. રેમો ડિસૂઝાના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મનું શૂટિંગ હજુ અધુરૂ છે. આ ફિલ્મનું બજેટ 100 કરોડ રૂપિયાનું છે. સલમાન ખાન તેમાં મુખ્ય અભિનેતા છે.



ભારત
સલમાન ખાન ભારત નામની એક ફિલ્મમાં કામ કરી રહ્યાં છે, જે કોરિયન ફિલ્મ ઓડ ટૂ માય ફાધરની હિંદી રિમેક હશે. જો સલમાન ખાનને લાંબી સજા થશે તો આ ફિલ્મ અટકી પડશે. આ ફિલ્મનું નિર્માણ અલી અબ્બાસ જફર કરી રહ્યાં છે. તેમની સાથે સલમાન પહેલાં સુલ્તાન અને ટાઇગર જિંદા હૈ બનાવી ચૂક્યા છે. સલમાન ખાનની આ ફિલ્મનું શૂટિંગ જૂનમાં શરૂ થવાનું છે. તેનું શૂટિંગ પંજાબ, મુંબઇ, દિલ્હી અને અબુધાબીમાં થવાનું છે.  


દબંગ 3
સુપરહિટ સીરીઝ દબંગ 3માં પણ સલમાન હોવાનું ફાઇનલ છે. આ ફિલ્મનું શૂટિંગ પણ આ વર્ષના અંતમાં શરૂ થઇ શકે છે. 


કિક 2
સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ કિકની સિક્વલ પણ બનાવી રહ્યાં છે.


બિગ બોસ 2
સલમાન ખાનનું નામ અત્યાર સુધી બિગ બોસની આગામી સિઝન માટે ફાઇનલ છે. ઓક્ટોબરમાં શરૂ થનાર બિગ બોસ 12 માટે સલમાન ખાનની જગ્યાએ અન્ય હોસ્ટ શોધવો પડી શકે છે. તમને જણાવી દઇએ કે સલમાન ખાન આ શો માટે લગભગ 11 કરોડ રૂપિયા ફી વસૂલે છે.