Salman Khan High Security: લોરેન્સ બિશ્નોઈની સતત ધમકીઓ વચ્ચે સલમાન ખાનના ઘરનો આઉટડોર વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ઘણા લોકો ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર જોવા મળી રહ્યા છે અને બાલ્કની એરિયામાં રિપેરિંગ કામ કરી રહ્યા છે. આ કામ બાલ્કનીના એ જ ભાગમાં કરવામાં આવી રહ્યું છે. નવા વર્ષમાં સલમાન ખાનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગેલેક્સી એપાર્ટમેન્ટનો વીડિયો વાયરલ 
સલમાન ખાનનો આ નિર્ણય લોરેન્સ બિશ્નોઈ તરફથી મળેલી ધમકીઓ વચ્ચે લેવામાં આવ્યો છે. જો કે, આ ભાગમાં શું કામ થઈ રહ્યું છે તેની કોઈ માહિતી નથી. પરંતુ એટલું ચોક્કસ છે કે, ભાઈજાનની સુરક્ષાને વધુ કડક કરવા માટે કામ કરવામાં આવી રહ્યું છે.


ભારતમાં છે એક એવું ગામ જ્યાં 5 દિવસ મહિલા નથી પહેરતી કપડાં! અજીબોગરીબ પરંપરા


સલમાનના નજીકના મિત્રનું અવસાન
એટલું જ નહીં ગયા વર્ષે ઓક્ટોબરમાં સલમાન ખાનના ખાસ મિત્ર અને નેતા બાબા સિદ્દીકીનું પણ નિધન થયું હતું. તેને ગોળી વાગી હતી. આ હત્યાની જવાબદારી ગેંગસ્ટર લોરેન્સ અને તેની ગેંગે લીધી હતી. જ્યારે સલમાન ખાન હોસ્પિટલ પહોંચ્યો ત્યારે તેની આંખોમાં આંસુ હતા. નોંધનીય છે કે, જ્યારથી સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ થયું છે ત્યારથી તેને વાય પ્લસ સુરક્ષા મળી છે. પરંતુ સિદ્દીકીના મોત બાદ સુરક્ષા બંદોબસ્ત વધુ વધારી દેવામાં આવ્યો છે. હાલમાં ભાઈજાન તેની ફિલ્મ 'સિકંદર' માટે ચર્ચામાં છે. આ ફિલ્મ વર્ષ 2025માં ઈદ પર રિલીઝ થશે.