અડધી રાત્રે સલમાન નશામાં પહોંચ્યો એક્ટ્રેસના ઘર, દરવાજો ન ખોલતા આપી સ્યુસાઈડની ધમકી
Salman Khan And Aishwarya Rai: સલમાન ખાન અને એશ્વર્યા રાયની લવ સ્ટોરી ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે ચર્ચામાં રહી હતી. બંને સ્ટાર એક-બીજાને ખુબ જ પ્રેમ કરતા હતા, પરંતુ તેમના સંબંધને કોઈની એવી નજર લાગી કે ત્રણ વર્ષમાં જ બંનેનું બ્રેકઅપ થયું હતું.
Salman Khan And Aishwarya Rai: બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ઘણીવખત સેલિબ્રિટીઝના રિલેશનશીપ અને બ્રેકઅપના સમાચાર સામે આવતા રહે છે. બોલીવુડમાં ઘણી વખત કેટલાક સેલિબ્રિટીના સંબંધની શરૂઆત કરે છે તો કેટલાક તેમના સંબંધને હંમેશા માટે પૂરા કરી દે છે. પરંતુ જ્યારે વાત બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં સૌથી ચર્ચિત બ્રેકઅપની આવે છે તો આ લિસ્ટમાં પહેલું નામ એશ્વર્યા રાય અને સલમાન ખાનનું આવે છે. સલમાન-એશ્વર્યાની લવ લાઈફ કરતા વધારે તેમનું બ્રેકઅપ ચર્ચામાં રહ્યું હતું.
હમ દિલ દે ચુકે ફિલ્મથી થઈ સંબંધની શરૂઆત
સલમાન ખાન અને એશ્વર્યા રાયના રિલેશનશીપની શરૂઆત વર્ષ 1999 માં આવેલી ફિલ્મ 'હમ દિલ દે ચુકે સનમ'થી થઈ હતી. ફિલ્મના શુટિંગ દરમિયાન બંને સ્ટાર્સ એકબીજાની નજીક આવ્યા હતા. દર્શકોને ફિલ્મમાં એશ્વર્યા અને સલમાન ખાનની ઓનસ્ક્રીન જોડી ઘણી પસંદ આવી હતી. એક તરફ જ્યાં ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ થઈ તો બીજી તરફ સલમાન અને એશ્વર્યાના પ્રેમના ફૂલ પણ ખિલવા લાગ્યા હતા. આખી ઇન્ડસ્ટ્રીમાં બંનેના સંબંધની ચર્ચાઓ થવા લાગી હતી.
આ પણ વાંચો:- ફેન્સ માટે સારા સમાચાર, ક્રિકેટના મેદાન પર ફરી ચોકા-છક્કા ફટકારશે સચિન
ત્રણ વર્ષમાં જ થયું બ્રેકઅપ
સલમાન ખાન એશ્વર્યા રાયને ખુબ જ પ્રેમ કરતો હતો. તે એક્ટ્રેસ સાથે લગ્ન પણ કરવા ઇચ્છતો હતો પરંતુ એક્ટ્રેસ તૈયાર ન હતી. આ કારણે ધીમે ધીમે બંનેના સંબંધમાં ખટાસ પેદા થઈ ગઈ હતી. જ્યાં ઇન્ડસ્ટ્રીમાં એશ્વર્યા પોતાનું નામ બનાવી રહી હતી ત્યારે સલમાન બોલીવુડનો એક પ્રખ્યાત એક્ટર બની ગયો હતો. એશ્વર્યા અને સલમાન વચ્ચે ઝગડો એક હદ સુધી વધી ગયો હતો કે માત્ર ત્રણ વર્ષમાં જ બંનેનું બ્રેકઅપ થઇ ગયું હતું.
આ પણ વાંચો:- વોટ્સએપ લાવ્યું ટેન્શન દૂર કરતું ફીચર! હવે App ઓપન કર્યા વગર માણો Voice Calls ની મજા
એશ્વર્યાના ઘરની બહાર કર્યો હતો હંગામો
એન્ટરટેનમેન્ટ ન્યુઝના સમાચાર અનુસાર એકવાર સલમાન ખાન અડધી રાતે દારૂના નશામાં એશ્વર્યાના ફ્લેટ પર પહોંચ્યો હતો. સલમાન ખાને લગભગ ત્રણ કલાક સુધી એક્ટ્રેસના ઘરનો દરવાજો ખખડાવ્યો હતો પરંતુ એશ્વર્યાએ દરવાજો ખોલ્યો ન હતો. સલમાન સતત દરવાજો ખખડાવી રહ્યો હતો ત્યારે એશ્વર્યાએ દરવાજો ન ખોલતા સલમાન ખાને એક્ટ્રેસને 19 માં માળેથી કૂદીને સ્યુસાઈડ કરવાની ધમકી આપી હતી. તમને જણાવી દઈએ કે, સલમાન ખાને એશ્વર્યાની સોસાયટીમાં ખુબ જ હંગામો મચાવ્યો હતો. આ ઘટના વર્ષ 2002 ની છે, આ ઘટના બાદ બંનેનો સંબંધ સંપૂર્ણપણે તૂટી ગયો હતો.
આ પણ વાંચો:- જેક્લીન ફર્નાન્ડીઝની વધી મુશ્કેલીઓ, મની લોન્ડરિંગ કેસમાં દિલ્હી કોર્ટે જાહેર કર્યું સમન્સ
એશ્વર્યાએ લગાવ્યો હતો હિંસાનો આરોપ
એશ્વર્યા રાયે બ્રેકઅપ બાદ સલમાન ખાન પર હિંસાનો આરોપ લગાવ્યો હતો. જોકે, બ્રેકઅપ બાદ પણ સલમાન ખાને એશ્વર્યા રાયનો પીછો છોડ્યો ન હતો. ઘણીવખત એવા સમાચાર સામે આવતા હતા કે સલમાન ખાને એશ્વર્યા રાયના ફિલ્મ સેટ પર પહોંચી હંગામો મચાવ્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube