નવી દિલ્લીઃ બૉલીવુડ એક્ટર સલમાન ખાનની ફેન ફોલોઈંગ ખુબ જ વધારે છે. ના માત્ર ભારતમાં પણ વિદેશમાં પણ સલમાન ખાનની ફેન ફોલોઈંગ ખુબ જ વધારે છે.  પરંતુ સલમાન ખાન ખુબ ઓછા લોકોને પોતાનાથી અંગત બનાવે છે. આજે અમે આપને જણાવીશું કે સલમાન ખાન કઈ બૉલીવુડ હસ્તીઓને ઈન્સ્ટાગ્રમ પર ફૉલો કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સલમાન ખાન કોને કરી રહ્યાં છે ફોલો:
કોઈ પણ એક્ટરના સોશિયલ મીડિયા પર હજારો લાખો ફૉલોઅર્સ હોય છે પરંતુ વાત જ્યારે સલમાન ખાન (Salman Khan)ની આવે છે ત્યારે આ ગણતરી વધી જાય છે. સલમાન ખાનને મોટી સંખ્યામાં લોકો ફૉલો કરે છે પરંતુ શું આપ જાણો છો કે સલમાન ખાન કોને ફૉલો કરે છે?


કેટરીના કૈફ:
સલમાન ખાન (Salman Khan) કટરીના કૈફને ખુબ જ પસંદ કરે છે. આ વાત તો ઘણી વખત સોશિયલ મીડિયા પર થઈ ચુકી છે. સલમાન અને કટરીનાએ સાથે મળીને ઘણી હિટ ફિલ્મ્સ આપી છે. જોકે પ્રોફેશનલી સારુ બૉન્ડિંગ હોવાના કારણે કટરીના કૈફ (Katrina Kaif) ને ફૉલો કરવાનું તો બને છે.


સંગીતા બિજલાની:
જૂના જમાનાની ખુબ જ પ્રખ્યાત અદાકાર સંગીતા બિજલાની (Sangeeta Bijlani)નું નામ ઘણી વખત સલમાન ખાન સાથે જોડાયુ છે. જોકે સંગીતાએ ભારતીય ક્રિકેટની પૂર્વ કપ્તાન મોહમ્મદ અઝહરુદ્દીન સાથે લગ્ન કરી લીધા હતા પરંતુ બંને વચ્ચેની દોસ્તી ક્યારેય ઓછી નથી થઈ. આજે તલાક પછી પણ સંગીતા સલમાનના ઘરે આવતી જતી રહે છે.


ડેઝી શાહ:
એક્ટ્રેસ ડેઝી શાહ (Daisy Shah)ને બૉલીવુડમાં લાવનાર બીજુ કોઈ નહીં સલમાન ખાન જ હતા. ડેઝી શાહે સલમાન ખાનની ફિલ્મ જય હોમાં સાથે કામ કર્યું હતું. ડેઝી શાહે હિન્દીની સાથે કન્નડ ફિલ્મ્સમાં પણ કામ કર્યું છે.


જૈકલીન ફર્નાંડિસ:
જૈકલીન (Jacqueline Fernandez) અને સલમાનની બૉંડિંગ ખુબ સારી છે. લૉકડાઉનમાં જૈકલીન સલમાનના પરિવાર સાથે તેમના ફાર્મહાઉસ પર રોકાયેલી હતી. અને ત્યાંથી બંનેનો મ્યૂઝિક વીડિયો પણ લૉન્ચ કર્યો હતો.


ઈસાબેલ કૈફ:
કટરીના કૈફ પહેલાથી સલમાન કટરીનાની બહેન ઈસાબેલ (Isabelle Kaif) ને ઈન્ટાગ્રામ પર ફૉલો કરતા આવ્યા છે. ઈસાબેલ બૉલીવુડમાં ડેબ્યુ કરવા માટે તૈયાર છે. તેમની પાસે પહેલાથી જ કેટલીક ફિલ્મ્સ છે.