નવી દિલ્હીઃ સલમાન ખાનના ફેન્સ માટે સારા સમાચાર છે. ફિલ્મની રિલીઝ ડેટ્સની થઈ રહેલી જાહેરાત વચ્ચે સલમાન ખાન અને કેટરીના કેફની મોસ્ટ અવેટેડ ફિલ્મ ટાઇગર 3ની રિલીઝ ડેટ જાહેર થઈ ગઈ છે. ફિલ્મ આગામી વર્ષે ઈદ પર સિનેમાઘરોમાં રિલીઝ થઈ જશે. સલમાને ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત એક જબરદસ્ત ટીઝર સાથે કરી છે, જેમાં તે કેટરીના કેફની સાથે જોવા મળી રહ્યો છે. યશરાજ બેનરની સ્પાઈ ફ્રેન્ચાઇઝી ટાઇગર 3નું ડાયરેક્શન મનીષ શર્માએ કર્યુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીઝરની શરૂઆત કેટરીના કેફના દ્રશ્યોથી થાય છે, જે કેટલાક લોકોની સાથે નાઇફ ફાઇટિંગની પ્રેક્ટિસ કરી રહી છે. પ્રેક્ટિસ પૂરી કર્યા બાદ તે સલમાન ખાનની પાસે જાય છે, જે પાસમાં ચાદર ઓઢીને સુઈ રહ્યો છે. કેટરીના, ટાઇગરને કહે છે કે હવે તારો વારો.


સલમાન ચાદર હટાવીને ઉઠે છે અને કહે છે અમે આવી રહ્યાં છીએ. ત્યારબાદ ફિલ્મની રિલીઝ ડેટ સામે આવે છે- 21 એપ્રિલસ 2023. ફિલ્મ હિન્દીની સાથે તમિલ અને તેલુગુ ભાષાઓમાં પણ રિલીઝ કરવામાં આવશે. સલમાને ટીઝર શેર કરવાની સાથે લખ્યુ- આપણે બધા પોતાનું ધ્યાન રાખીએ. ટાઇગર 3, 2023ની ઈદ પર આવી રહી છે. આવો બધા લોકો ત્યાં હાજર રહે. વાઈઆરએફે 50 વર્ષની સાથે ટાઈગર 3નો જશ્ન સિનેમાઘરોમાં મનાવો. 



મહત્વનું છે કે હાલમાં શાહરૂખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ પઠાણની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી હતી. આ ફિલ્મ 25 જાન્યુઆરી 2023ના રિલીઝ થશે. પઠાણની રિલીઝ ડેટ જાહેર થયા બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ હતી કે હવે સલમાન ખાનની ફિલ્મ ટાઇગર 3ની રિલીઝ ડેટની પણ જાહેરાત થઈ શકે છે. 


આ પણ વાંચોઃ તારક મેહતા કા ઉલ્ટા ચશ્માઃ હોળી પર થશે દયાબેનની વાપસી? વાયરલ થઈ દિશા વાકાણીની તસવીર


પઠાણમાં સલમાન, ટાઇગરના અંદાજમાં કેમિયો કરી રહ્યો છે, તો ટાઇગર 3માં શાહરૂખ પઠાણની ભૂમિકાના કેમિયોમાં જોવા મળશે. સલમાને ડિસેમ્બરમાં પોતાના જન્મદિવસ પર મીડિયા સાથે વાતચીતમાં કહ્યુ હતુ કે પઠાણ, ટાઇગર 3 પહેલા રિલીઝ થશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube