નવી દિલ્હીઃ સોશિયલ મીડિયાનો લોકો ખૂબ ઉપયોગ કરે છે કે પછી ફોટો એડિટર હોય કે ટિકટોક વીડિયો બનાવવો. ટિકટોકે તો ન જાણે કેટલા લોકોને સોશિયલ મીડિયા પર સેન્સેશન બનાવી દીધા છે. આ એપ પર હવે સલમાન ખાને એન્ટ્રી મારી લીધી છે અને તેના વીડિયો જોઈને ફેન્સ ચોંકી રહ્યાં છે. જી હાં, ચોંકી ન જતા ટિકટોક પર કેટલાક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યાં છે જેમાં સલમાન ખાનની જેવો દેખાતો સુશાંત ખન્નાને જોઈને લોકો કન્ફ્યૂઝ થઈ રહ્યાં છે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્વીટર પર એક યૂઝરે સુશાંત ખન્નાના ઘણા વીડિયો શેર કરતા લખ્યું તે, તે પહેલી નજરમાં ચોંકી ગયો હતો. ટિકટોક પર સુશાંતને લોકો સલમાન ખાનનો ક્લોન ગણાવી રહ્યાં છે. 



બ્લૂ કલરની કેપ હાથમાં બ્રેસલેટ પહેરીને સુશાંત પહેલા લુકમાં એકદમ સલમાન ખાનની કોપી રહે છે. આ લુક ભાઈના ફેન્સને ચોંકાવવા માટે ઘણો છે. 



મહત્વનું છે કે ટિકટોક આ સમયે સોશિયલ મીડિયાની સૌથી ફેવરેટ એપ બનેલી છે. આ એપ પર ઘણા લોકો સ્ટાર્સની એક્ટિંગ અને ડબિંગ સિવાય ગીત ગાઈને પણ ફેમસ થઈ રહ્યાં છે. તો આ એપ ઘણા સરકારી વિભાગો માટે મુશ્કેલ પણ બની છે.