Kisi Ka Bhai Kisi Ki Jaan: ઈદ પર રિલીઝ થયેલી સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી હતી. પહેલા દિવસે નબળી શરુઆત બાદ ફિલ્મે વીકેન્ડમાં ધમાલ મચાવી હતી. ફિલ્મે સોમવારની કસોટી પણ પાસ કરી હતી. સલમાનની ફિલ્મે ડબલ ડિજિટમાં કમાણી કરી હતી. પરંતુ પહેલા મંગળવારે એટલે કે 5માં દિવસે 'કિસી કા ભાઈ કિસી કી જાન'ની કમાણીમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


" ખેલ ખતમ, પૈસા હજમ ?"... બ્લુ ટિક મળ્યા બાદ અમિતાભ બચ્ચનને આવ્યો મસ્ક પર ગુસ્સો


 


"તુ ચીઝ બડી હૈ મસ્ક મસ્ક...." બ્લૂ ટિક મળી જતા અમિતાભ બચ્ચને આ રીતે માન્યો આભાર


દેશને હચમચાવી દેનાર હત્યા પર આધારિત ડોક્યૂમેંટ્રી સીરીઝ ડાન્સિંગ ઓન ધ ગ્રેવ રિલીઝ


મલ્ટિસ્ટારર મૂવીએ પાંચમા દિવસે માત્ર 7.50 કરોડનું કલેક્શન કર્યું હતું. ફિલ્મની કમાણીમાં ઘટાડો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ફિલ્મનું કુલ કલેક્શન 5 દિવસમાં 83.53 કરોડ થઈ ગયું છે. 'કિસી કા ભાઈ કિસી કી જાન'એ શુક્રવારે 15.81 કરોડ, શનિવારે 25.75 કરોડ, રવિવારે 26.61 કરોડ અને સોમવારે 10.17 કરોડનું કલેક્શન કર્યું હતું. જે રીતે 5માં દિવસે ફિલ્મનું કલેક્શન સિંગલ ડિજિટ સુધી મર્યાદિત રહ્યું છે, તે મેકર્સ અને ભાઈજાનના ચાહકોને નિરાશ કરી શકે છે. કારણ કે તે એ જ સલમાન ખાન છે જેની ફિલ્મોએ પહેલા અઠવાડિયામાં ડબલ ડિજિટ કલેક્શન કર્યું છે.


'કિસી કા ભાઈ કિસી કી જાન'ની પાંચમા દિવસની કમાણી નિરાશાજનક છે. આ ઘટાડો જોઈને લાગે છે કે કામકાજના દિવસોમાં ફિલ્મને દર્શકો નથી મળી રહ્યા. ઈદની રિલીઝથી પણ ફિલ્મને ફાયદો થયો છે. આ ફિલ્મ બીજા સપ્તાહના અંત સુધીમાં 100 કરોડના ક્લબમાં પ્રવેશ કરશે તેવી આશા છે.


સલમાનનો જાદુ ના ચાલ્યો 


'કિસી કા ભાઈ કિસી કી જાન' ફિલ્મને પેન ઈન્ડિયા ફિલ્મ બનાવવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. સાઉથના પોપ્યુલર સ્ટાર્સને લેવામાં આવ્યા હતા. પંજાબી સિનેમામાંથી શહનાઝ અને જસ્સી ગિલને લેવામાં આવ્યા હતા. ઈન્ટરનેટ સેન્સેશન પલક તિવારી પણ ફિલ્મમાં હતી પરંતુ તેમ છતાં ફિલ્મને ખાસ ફાયદો થયો નહીં.  આ ફિલ્મનું નિર્દેશન ફરહાદ સામજીએ કર્યું છે.