મુંબઈ : બોલિવૂડ એક્ટર સલમાન ખાન ટીવી ઈન્ડસ્ટ્રીમાં પણ લાંબા સમયથી સક્રિય છે. હવે તેણે આ ફિલ્ડમાં મોટું સાહસ કરવાનું નક્કી કર્યું છે. હવે સલમાન પોતાની નવી ટીવી ચેનલ શરૂ કરવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. તેની પ્રોડક્શન કંપની SKTVના બેનર હેઠળ જ કપિલ શર્માના શોની નવી સીઝન બનાવવામાં આવી છે પણ હવે સલમાન પોતાની નવી ચેનલ લોન્ચ કરવાનો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સલમાન ખાન બદલી નાખશે આ ખૂબસુરત એક્ટ્રેસનું નસીબ !


હાલમાં પ્રોડક્શન હાઉસ SKTV કપિલ શર્માના શોનું પ્રોડક્શન કરી રહ્યું છે. તેની ફિલ્મ કંપનીનું નામ સલમાન ખાન ફિલ્મ્સ છે. તેણે હલે ટીવી શોનું પ્રોડક્શન કરવાનું પણ શરૂ કરી દીધું છે. જો તેને નવી ચેનલ માટેનું લાયસન્સ મળી જશે તો કપિલ શર્માના શોને પોતાની ચેનલમાં શિફ્ટ કરી શકે છે.


સલમાન ખાનના વર્ક ફ્રંટની વાત કરીએ તો તે હાલ ‘ભારત’ના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મ આ વર્ષે ઈદ પર રિલીઝ થશે. ફિલ્મમાં તેની ઓપોઝિટમાં કેટરીના કૈફ છે. આ સિવાય સલમાન પોતાની આગામી ફિલ્મ 'દબંગ 3' 2019ની ક્રિસમસના દિવસે રિલીઝ કરશે. સલમાને વિદેશી મીડિયા સાથે વાતચીત કરતી વખતે કહ્યું છે કે તે બહુ જલ્દી દબંગ 3નું શૂટિંગ કરશે અને ફિલ્મને ક્રિસમસ વખતે રિલીઝ કરવામાં આવશે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...