મુંબઈઃ Salman meets Jain monk: બોલીવુડના ભાઈજાન, એક્ટર સલમાન ખાન (Salman Khan) ની ફેન ફોલોઇંગ વિશે બધા જાણે છે. દુનિયાભરમાં સલમાનના ફેન્સ છે અને દરેક તેને મળવાનું સપનું જુએ છે. હજારો લોકો સલમાન ખાનના ઘરની બહાર ઉભા રહે છે. નોંધનીય છે કે જે એક્ટરને મળવા હજારો લોકો આતુર હોય છે તે બધુ છોડીને કોઈને મળવા પહોંચ્યો. હાલમાં એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં સલમાન એક જૈન મુનિને મળવા પહોંચ્યો છે. આ મુલાકાતની પાછળનું કારણ ખુબ રસપ્રદ છે. આવો જાણીએ સલમાન ખાન દિગ્ગજ જૈન મુનિ આચાર્ય વિજય હંસરત્નસુર (Acharya Vijay Hansratnasur) ને મળવા કેમ પહોંચ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Salman Khan બધુ છોડીને જૈન મુનિને મળવા પહોંચ્યો
જેમ અમે તમને જણાવ્યું કે સલમાન ખાનની એક તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં તે નમી જૈન મુનિ આચાર્ય વિજય હંસરત્નસુપને મળી રહ્યો છે. તસવીરમાં જોઈ શકાય છે કે સલમાન ખાને કાળું ટી-શર્ટ પહેર્યું છે. આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 


મુછે હો તો નત્થુલાલ જૈસી...લાંબી મુછોવાળા નત્થુલાલનો સંજયદત્તની માતા સાથે હતો ખાસ સંબંધ!


સલમાન ખાન જલદી બિગ બોસની 16મી સીઝનને હોસ્ટ કરશે. સાથે સલમાને ટાઇગર 3નું શૂટિંગ પૂરુ કરી લીધું છે અને 'કિસી કા ભાઈ કિસી કી જાન' ફિલ્મ પર કામ કરી રહ્યો છે, જેમાં તેની સાથે પૂજા હેગડે અને શહનાઝ ગિલ જોવા મળશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube