નવી દિલ્હી : હાલમાં આખી દુનિયા કોરોના વાયરસ (Coronavirus)ના સંકટ સામે લડી રહી છે ત્યારે એની અસર બોલિવૂડ પર પણ પડી છે. વડાપ્રધાને દેશમાં 25 માર્ચથી 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી. આ દરમિયાન ફિલ્મો અને ટીવી શોના શૂટિંગ બંધ છે અને થિયેટરોને તાળા વાગી ગયા છે. આખી એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી ઠપ પડી છે. આ પરિસ્થિતિની અસર સલમાન ખાન (Salman Khan)ની આગામી ફિલ્મ રાધે પર પણ પડી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સલમાન ખાનની ફિલ્મ ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ 22 મે એટલે કે ઈદ પર રિલીઝ થવાની હતી. જોકે, હવે એવી ચર્ચા થઈ રહી છે કે આ ફિલ્મ કદાચ ઈદ પર રિલીઝ થશે નહીં. આ ફિલ્મનં હજી આઠથી દસ કામ બાકી છે. થોડું શૂટિંગ, પેચવર્ક, VFX સહિતના કામો હજી પૂરા થયા નથી. મળતી માહિતી પ્રમાણે ફિલ્મનું શૂટિંગ થાઈલેન્ડમાં થવાનુ હતું પરંતુ કોરોનાવાઈરસને કારણે કેન્સલ કરવામાં આવ્યું હતું. આ શૂટિંગ મુંબઈમાં જ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 8-10 દિવસનું શૂટિંગ બાકી છે, આમાં સલમાન તથા દિશા પટની વચ્ચેનું એક ગીત પણ સામેલ છે. જો 14 એપ્રિલે લોકડાઉન પૂરું થઈ જાય તો ફિલ્મના યુનિટ પાસે માત્ર 40 દિવસનો સમય છે અને આ સમયમાં આ બધું જ કામ પૂરું કરવું મુશ્કેલ છે. આથી જ માનવામાં આવે છે કે મેકર્સે ફિલ્મને ઈદ પર રિલીઝ ના કરવાનો નિર્ણય લીધો છે. જોકે, હજી આની ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી. 


Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube