ચીનમાં 11,000 સ્ક્રીન્સ પર રિલીઝ થશે સુલ્તાન, એક દિવસમાં ચાલશે 40,000 શો
સલમાન ખાન અને અનુષ્કા શર્મા સ્ટારર ફિલ્મ સુલ્તાન ચીનમાં 31 ઓગસ્ટે રિલીઝ થશે. ચીનમાં રિલીઝ માટે તેનું નામ બદલવામાં આવ્યું નથી. ત્યાં પણ આ ફિલ્મને સુલ્તાન નામ સાથે રિલીઝ કરવામાં આવશે.
નવી દિલ્હીઃ સલમાન ખાન અને અનુષ્કા શર્મા સ્ટારર ફિલ્મ સુલ્તાન 31 ઓગસ્ટે ચીનમાં રિલીઝ થઈ જશે. ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કરી દેવામાં આવ્યું છે જેના પર ચીની ભાષામાં જાણકારી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ભારતમાં તમામ રેકોર્ડ્સ તોડ્યા બાદ આ ફિલ્મને ચીનમાં રિલીઝ કરવામાં આવી છે. મેકર્સે ખૂબ તૈયારી કરી છે જેથી ફિલ્મ ચીની બોક્સ ઓફિસ પર સારો વ્યાપાર કરી શકે.
ચીનમાં પણ ફિલ્મ સુલ્તાન નામથી રિલીઝ થશે. યશ રાજ ફિલ્મ્સે સીનની ડિસ્ટ્રિબ્યૂટર કંપની ઈ-સ્ટાર્સ ચીન સાથે જોડાણ કર્યું છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના ટ્વીટ પ્રમાણે ફિલ્મને ચીનમાં 11,000 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવશે. પ્રયત્ન થશે કે એક દિવસમાં ફિલ્મના આશરે 40,000 શો ચલાવવામાં આવે.
મહત્વનું છે કે જ્યારે ફિલ્મને ભારતમાં રિલીઝ કરવામાં આવી ત્યારે તેને કુલ 5100 સ્ક્રીન્સ મળી હતી. સલમાન ખાનની ફિલ્મ ટાઇગર જિંદા હૈને પણ ભારતમાં માત્ર 4600 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી હતી. આમિર ખાનની ફિલ્મ દંગલને ભારતમાં માત્ર 5300 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી હતી. ચીનમાં દંગલને કુલ 9000 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી હતી.
આ પ્રમાણે જોવામાં આવે તો સુલ્તાન પ્રથમ બોલીવુડ ફિલ્મ હશે જેને ચીનમાં આટલી વધુ સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી રહી છે.