અટલજીના નિધન પર 4 દિવસ બાદ સલમાને વ્યક્ત કર્યું દુખ, થયો ટ્રોલ
સલમાન ખાને અટલ બિહારી વાજપેયીના નિધનના ચાર દિવસ બાદ તેમને યાદ કર્યાં. દબંગે એક ટ્વીટ કર્યું હતું, જેના પર તે ટ્રોલ થયો છે.
નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું 16 ઓગસ્ટે લાંબી બિમારી બાદ નિધન થયું હતું. તેમના નિધનથી બોલીવુડમાં પણ શોકનું મોજુ હતું. તમામ હસ્તિઓ તેમને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. પરંતુ સલમાન ખાને વાજપેયીના નિધનના ચાર દિવસ બાદ ટ્વીટ કરીને દુખ વ્યક્ત કર્યું છે.
સલમાન ખાને પોતાના ટ્વીટમાં લખ્યું- ખરેખર અટલજી જેવા મહાન નેતા, શાનદાર રાજનેતા, વક્તા અને અસાધારણ વ્યક્તિને ખોઇને દુખ ખઈ રહ્યું છે. આ ટ્વીટ કર્યાની સાથે જ સલમાન ટ્રોલ થવા લાગ્યો. એટલું જ નહીં સલમાને feelingનો સ્પેલિંગ ખરાબ લખ્યો હતો. તેણે feelingની જગ્યાએ feeing લખ્યું હતું.
ટ્રોલર્સે સલમાનને કહ્યું કે ચાર દિવસ બાદ યાદ આવી. મહત્વનું છે કે વાજપેયીના નિધન બાદ પ્રિયંકા ચોપડા, શાહરૂખ ખાન, અનિલ કપૂર, લતા મંગેશકર, ફરહાન અખ્તર સહિત તમામ સિતારાઓએ પોતાનું દુખ વ્યક્ત કર્યું હતું.
સલમાન ખાનને ટ્રોલ કરતા એક યૂઝરે લખ્યું, ટાઇગર સુતો હતો, બીજાએ લખ્યું, આટલું જલ્દી યાદ આવી ગયું. એક યૂજરે લખ્યું છે, ઘણુ મોડુ કરી દીધું આવતા આવતા. એક યૂજરે લખ્યું કે, ન્યૂઝ મળી ગયા, ક્યું પેપર આવે છે. બીજીતરફ સલમાનના ફેન તેનું સમર્થન કરતા જોવા મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે સલમાન ગત દિવસોમાં પોતાની ફિલ્મ ભારતની શૂટિંગ માટે માલ્ટામાં હતો. તેથી સંભવ છે કે તેને જાણકારી ન મળી હોય. માલ્ટામાં સલમાને પોતાની પોતાની માતા સલમા સાથે પણ સમય પસાર કર્યો હતો.