નવી દિલ્હી: સલમાન ખાન અને કેટરીના કૈફની જોડી બુધવારે મુંબઈની એક ફાઈવ સ્ટાર હોટલમાં થયેલા ફેશન શોમાં રેમ્પ પર જોવા મળી. સલમાન અને કેટરીના સેલિબ્રીટી ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા માટે રેમ્પ પર ઉતર્યા. આ બંને મનીષ મલ્હોત્રાના આ શોના શોસ્ટોપર હતા અને તેમનો અંદાજ જોઈને બધા દંગ રહી ગયાં. પરંતુ પછી એક એવી ઘટના ઘટી કે બધા ગૂસપૂસ કરવા લાગ્યા હતાં. રેમ્પ વોક હોય, કે શોના હોસ્ટિંગમાં હોય. સલમાન ખાન ભલે શરૂઆતમાં ગમે તેટલો સ્ટાઈલિશ કપડા અને સૂટબૂટમાં જોવા મળે પંરતુ થોડા સમય બાદ તે જેકેટ તો ઉતારી જ નાખે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


વાત જાણે એમ હતી કે મુંબઈની જેડબલ્યુ મેરિએટ હોટલમાં મનિષ મલ્હોત્રાના એક ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શો મનિષના ડિઝાઈન લેબલ ઈલસ્ટ્રેસના 13 વર્ષ પૂરા થવા બદલ આયોજિત કરાયો હતો. સલમાન ખાન અને કેટરીના કૈફની જોડી શો સ્ટોપર તરીકે જોવા મળી હતી. સલમાન ખાને ખુબસુરત શેરવાની પહેરી હતી અને નીચે પઠાણી સલવાર સાથે ટીમઅપ કર્યુ હતું. રેમ્પ ઉપર તો સલમાન કેટરીના સાથે જોવા મળ્યો. પરંતુ છેલ્લે જ્યારે મનીષ સાથે ચાલવાનો વારો આવ્યો ત્યાં સુધી તો સલમાન ખાન પાણી પાણી થઈ ગયો હતો. આવામાં સલમાન ખાન શેરવાનીની બાયથી જ પરસેવો લૂછતો નજરે ચડ્યો હતો. 



પરંતુ આમ છતાં સલમાનને ગરમીથી રાહત ન મળી તો તેણે અહીં પણ પોતાનું જેકેટ ઉતારી નાખ્યું. સલમાન ખાનની પાસે ઉભી રહેલી કેટરીના કૈફ ખુલ્લા વાળમાં ખુબ સુંદર લાગતી હતી. સલમાને એક-બે વાર કેટરીના સામે જોયું પણ ખરું કે ક્યાંક તેને તો પરસેવો નથી થઈ રહ્યો ને. 


આવું પહેલીવાર નથી બન્યું કે સલમાને ચાલુ શોમાં જેકેટ ઉતાર્યુ હોય. સલમાન ટીવી શો બિગ બોસ પણ હોસ્ટ કરે છે. આ શોમાં પણ ઘણીવાર આવું જોવા મળ્યું છે. અત્રે જણાવવાનું કે સલમાન ખાન અને કેટરીના ભારત ફિલ્મમાં પણ સાથે જોવા મળશે. આ ફિલ્મમાં પહેલા પ્રિયંકા હતી પરંતુ તેણે ફિલ્મ છોડી દેતા હવે કેટરીના જોવા મળશે.